ગુજરાત

gujarat

ETV Bharat / state

જુનાડીસા પાસે આવેલી સરકારી જમીનમાં ડમ્પિંગ સાઇટથી લોકો નારાજ - જુનાડીસા ગામની સીમમાં ડમ્પિંગ સાઇટ

ડીસા નગરપાલિકા દ્વારા ચાર વર્ષ અગાઉ જુનાડીસા પાસે આવેલી સરકારી જમીનમાં ડમ્પિંગ સાઇટ બનાવી હતી. આ ડમ્પિંગ સાઈડના ધુમાડાથી સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. વારંવાર રજૂઆત છતાં સ્થાનિક નગરપાલિકા આંખ આડા કાન કરી રહી છે.

જુનાડીસા પાસે આવેલી સરકારી જમીનમાં ડમ્પિંગ સાઇટથી લોકો નારાજ
જુનાડીસા પાસે આવેલી સરકારી જમીનમાં ડમ્પિંગ સાઇટથી લોકો નારાજ

By

Published : Mar 24, 2021, 11:34 AM IST

  • ડીસામાં 4 વર્ષ અગાઉ ડમ્પીંગ સાઈડની શરૂઆત
  • જુના ડીસા ગામ પાસે બનાવેલ ડમ્પિંગ સાઇટ હટાવવા સ્થાનિક લોકોની માંગ
  • અન્ય શહેરોની જેમ ડીસામાં પણ સુંદર ડમ્પીંગ સાઈટ બનાવવામાં આવશે

ડીસા: શહેરના કચરાના નિકાલ માટે ડીસા નગરપાલિકા દ્વારા ચાર વર્ષ અગાઉ જુનાડીસા પાસે આવેલી સરકારી જમીનમાં ડમ્પિંગ સાઇટ બનાવી હતી. પરંતુ, આ ડમ્પિંગ સાઈડથી શહેર તો સ્વચ્છ થાય છે. પણ, આજુબાજુના 300 જેટલા પરિવારો હેરાન પરેશાન થઈ રહ્યા છે. જુનાડીસા ગામના લોકો શહેરની ગંદકીથી પરેશાન છે. ડીસા શહેરનો તમામ કચરો જુનાડીસા ગામની સીમમાં બનાવેલી ડમ્પિંગ સાઇટ પર ઠાલવવામાં આવે છે. જેના કારણે તીવ્ર દુર્ગંધ અને તેનાથી ઉત્પન્ન થતા ધુમાડાથી સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. વારંવાર રજૂઆત છતાં સ્થાનિક નગરપાલિકા આંખ આડા કાન કરી રહી છે.

જુનાડીસા પાસે આવેલી સરકારી જમીનમાં ડમ્પિંગ સાઇટથી લોકો નારાજ

આ પણ વાંચો:ડીસા નગરપાલિકાના પ્રમુખે ચાર્જ સંભાળતા જ કર્મચારીઓનો પગાર ચૂકવાયો

ડીસામાં 4 વર્ષ અગાઉ ડમ્પીંગ સાઈડની શરૂઆત

ડીસા શહેર વસ્તીની દ્રષ્ટિએ વાત કરવામાં આવે તો ડીસા શહેર નગરપાલિકા વિસ્તારમાં 92 હજાર લોકો વસવાટ કરે છે. ગુજરાત સરકાર દ્વારા દરેક શહેર અને ગ્રામીણ વિસ્તાર સ્વચ્છ રહે તે અંતર્ગત સ્વચ્છ ભારત યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં ચાર વર્ષ અગાઉ ડીસા શહેરથી પાંચ કિલોમીટર દૂર જુનાડીસા પાસે સરકારી જમીન પર ડમ્પિંગ સાઇટની શરૂઆત કરવામાં આવી હતી અને શહેરનો તમામ કચરો ડમ્પિંગ સાઇટ પર ઠાલવવામાં આવે છે. ડમ્પિંગ સાઇટ પર ખાનગી કંપની દ્વારા પ્લાસ્ટિક અને રેતી અલગ કરવામાં આવે છે અને પ્લાસ્ટિકનો ઉપયોગ ઇંધણ અને રેતીનો ઉપયોગ ખેડૂતો પોતાના ખેતરમાં વાવેતર માટે લઈ જાય છે.

જુનાડીસા પાસે આવેલી સરકારી જમીનમાં ડમ્પિંગ સાઇટથી લોકો નારાજ

જુનાડીસા પાસે બનાવેલ ડમ્પિંગ સાઈડથી ખેડૂતો પરેશાન

ડીસા નગરપાલિકા દ્વારા કચરા માટેની ડમ્પિંગ સાઈડ ગામની સીમમાં જ બનાવવામાં આવતા સ્થાનિક લોકો ત્રાહીમામ બન્યા છે. ડીસા નગરપાલિકા દ્વારા આ કચરાને સળગાવવામાં પણ આવે છે. તીવ્ર દુર્ગંધ વાળા ધુમાડાના કારણે સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. આ વિસ્તારના અનેક લોકો ગંદકીના ધુમાડાના કારણે શ્વાસની બીમારીથી પીડાતા રહ્યાં છે. બીજી તરફ, ડમ્પિંગ સાઈડની બાજુમાં પણ અને ખેડૂતોના ખેતરો આવેલા છે અને આ ડમ્પિંગ સાઇડમાંથી ઉડતું પ્લાસ્ટિક ખેતરોમાં ઉભેલા પાક પર જતાં ખેડૂતોને પણ મોટા પ્રમાણમાં નુકશાન થઈ રહ્યું છે.

જુનાડીસા પાસે આવેલી સરકારી જમીનમાં ડમ્પિંગ સાઇટથી લોકો નારાજ

આ પણ વાંચો:ડીસાના જલારામ બંગ્લોઝ ખાતે ગંદુ પાણી ભરાતા લોકોમાં ભારે મુશ્કેલી

ડમ્પિંગ સાઇટ પર ડીસા નગરપાલિકાના પ્રમુખનું નિવેદન

ડીસામાં ઘન કચરાના નિકાલ માટે પાલિકા દ્વારા સારી એવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ તમામ કચરો ડોર ટુ ડોર કલેક્ટ કરવામાં આવે છે. ત્યારબાદ, આ તમામ કચરાના જથ્થાને ડીસા શહેરની બહાર તૈયાર કરવામાં આવેલી ડમ્પિંગ સાઈડ પર રિસાયકલ કરવા માટે મોકલવામાં આવે છે. કચરો ઠાલવવામાં આવી રહ્યો છે તે જગ્યાને હરવા-ફરવા માટેની આદર્શ જગ્યા બનાવવા માટેના પણ પાલિકા દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જેનાથી, આવનારા સમયમાં ડીસા શહેરને અન્ય શહેરોની જેમ સારી ડમ્પિંગ સાઈડ મળી રહે છે.

ABOUT THE AUTHOR

...view details