બટાટા નગરી તરીકે પ્રખ્યાત ડીસા તેમજ આસપાસના વિસ્તારમાં પુષ્કળ પ્રમાણમાં ચોમાસું મગફળીનું વાવેતર થયું હતું. જેમાં આ વર્ષે ચોમાસા દરમિયાન સારો વરસાદ અને અનુકુળ વાતાવરણના કારણે મગફળીનું ઉત્પાદન પણ સારૂ થયું છે. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ચાલુ સિઝનમાં ટેકાનો 1018 રૂપીયા પ્રતિ 20 કિલો જાહેર કરવામાં આવ્યો છે. તેમજ આગામી 1 ઓક્ટોબરથી સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ઓનલાઈન ખરીદી માટે નોંધણી શરૂ કરવામાં આવશે.
ડીસામાં ટેકાના ભાવ કરતા માર્કેટયાર્ડમાં મગફળીના ભાવમાં વધારો નોંધાયો - goverment of gujarat
બનાસકાંઠાઃ ડીસા માર્કેટીંગયાર્ડમાં ચોમાસું મગફળીનું આગમન થઈ ચૂક્યું છે. ચાલુ વર્ષે રાજ્ય સરકાર દ્વારા પ્રતિ 20 કિલો મગફળીનો ટેકાનો ભાવ 1018 રૂપીયા જાહેર કરાયો છે, ત્યારે સરકાર દ્વારા જાહેર કરેલા ટેકાના ભાવ કરતાં પણ હાલ માર્કેટયાર્ડમાં મગફળીનો ભાવ વધુ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
peanuts prices increase
ત્યારે ડીસા સહિત બનાસકાંઠા જિલ્લાની માર્કેટયાર્ડમાં ચોમાસું મગફળીનું આગમન થઇ ગયું છે. આવક શરૂ થતાં જ હાલમાં મગફળીનો ભાવ પ્રતિ 20 કિલોએ 1061 રૂપીયા મળતા ખેડૂતોમાં ખુશીની લહેર પ્રસરી ગઈ છે. આ વખતે મગફળીની માગ અને અન્ય રાજ્યોમાં વધુ નિકાસ હોવાથી ભાવ વધુ હોવાનું અને ખેડૂતો ફાયદો થતો હોવાનું ખેડૂતો અને વેપારીઓ માની રહ્યા છે.