ગુજરાત

gujarat

ETV Bharat / state

પાલનુપર પાટીદાર સમાજ દ્વારા કેસ પાછા ખેંચવા આવેદનપત્ર અપાયું

પાટીદાર અનામત આંદોલન સમયે બનાસકાંઠામાં પણ પાટીદારો પર કેસ થયાં હતાં. આ કેસ સરકારે હજી સુધી પાછા ખેંચ્યા નથી. જેથી આજે પાટીદાર સમાજ દ્વારા કલેકટરને આવેદનપત્ર આપવામાં આપ્યું હતું. કેસો પાછા નહીં ખેંચાય તો ફરીથી 2015 જેવું આંદોલન થશે તેવી ચીમકી અપાઈ હતી.

પાલનુપર પાટીદાર સમાજ દ્વારા કેસ પાછા ખેંચવા આવેદનપત્ર અપાયું
પાલનુપર પાટીદાર સમાજ દ્વારા કેસ પાછા ખેંચવા આવેદનપત્ર અપાયું

By

Published : Mar 2, 2020, 8:35 PM IST

પાલનપુરઃ વર્ષ 2015માં પાટીદાર અનામત આંદોલન સમયે બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં દરેક પાટીદાર આગેવાનો પર પોલીસ કેસ થયાં હતાં. જેમાં બનાસકાંઠા જિલ્લામાં ફાયરિંગ દરમિયાન બે પાટીદાર યુવાનોના મોત થયા હતાં. જ્યારે પોલીસે ધમાલ દરમિયાન ગઢ ગામે 167 જેટલા પાટીદારો પર ફરિયાદ દાખલ કરી હતી.

પાલનુપર પાટીદાર સમાજ દ્વારા કેસ પાછા ખેંચવા આવેદનપત્ર અપાયું

બાદમાં સરકારે આ તમામ લોકો પરથી કેસ પાછા ખેંચી લેવાની વાત કરી હતી. પરંતુ હજુ સુધી કેસ પાછા નહીં ખેંચતાં આજે બનાસકાંઠા જિલ્લામાં જે લોકો પર કેસ થયાં હતાં તે તમામ લોકોએ કલેકટર કચેરીએ આવેદનપત્ર આપ્યું હતું. અને પાટીદારો પર થયેલા કેસો પાછા ખેંચી લેવા માટે રજૂઆત કરી હતી. સાથેસાથે જો સરકાર આ તમામ પાટીદારો પર થયેલા કેસ પાછા નહીં ખેંચે તો ફરીથી 2015 જેવું ઉગ્ર આંદોલન થશે તેવી ચીમકી પણ પાટીદારોએ ઉચ્ચારી છે.

ABOUT THE AUTHOR

...view details