બનાસકાંઠાઃ કોરોના મહામારીના કારણે દેશમાં સ્કૂલો બંધ છે. તેમજ લોકડાઉનના કારણે મોટાભાગના લોકોના ધંધા રોજગાર ભાંગી પડ્યા છે, જેથી વાલીઓએ સ્કૂલ ફી માં રાહત આપવા માટે સરકારને રજૂઆત કરી હતી. રજૂઆતને પગલે સરકારે સ્કૂલ ફીમાં 25 ટકા રાહત આપવા માટે દરેક સ્કૂલને જણાવ્યું હતું, તેમ છતાં કેટલીક સ્કૂલો સરકારના નિયમનો ભંગ કરી રહી છે.
પાલનપુરઃ કર્ણાવત સ્કૂલના સંચાલકો દ્વારા સ્કૂલ ફીમાં 25 ટકાની રાહત ન અપાતા વાલીઓના ધરણા - Principal Sejal Dave
બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં આવેલી કર્ણાવત ઇંગ્લીશ મીડિયમ સ્કૂલના સંચાલકો વારંવાર ફી ની ઉઘરાણી કરી રહ્યાં છે. તેમજ વિદ્યાર્થીઓને ઓનલાઈન ભણાવતી વખતે બાળકોને મૌખિક રીતે અભ્યાસ કરવા માટે પ્રેશર કરી રહ્યાં છે. ત્યારે વાલીઓ કર્ણાવત સ્કૂલમાં રજૂઆત કરવા ગયા હતા.
જિલ્લાના પાલનપુરમાં આવેલી કર્ણાવત ઇંગ્લીશ મીડીયમ સ્કૂલના સંચાલકો સરકારની ગાઇડ લાઇનનો ખુલ્લેઆમ ઉલ્લંઘન કરી રહ્યા છે. કર્ણાવત ઇંગ્લીશ મીડીયમ સ્કૂલ દ્વારા ફીમાં 25 ટકા રાહત ન અપાતા વાલીઓ રજૂઆત કરવા ગયા હતા, ત્યારે સ્કૂલના પ્રિન્સિપાલ સેજલ દવેએ વાલીઓ સાથે બોલાચાલી કરી હતી અને કહ્યું હતું કે, અમારે તમારી કોઈ રજૂઆત સાંભળવી નથી. જેથી કોઈ જવાબ ન મળતા વાલીઓ સ્કૂલમાં જ ધરણા પર બેઠા હતા, ત્યારે સ્કૂલ છૂટવાનો ટાઈમ ન થયો હોવા છતાં પણ સ્કૂલના સંચાલકો (સ્ટાફ) સ્કૂલ છોડીને નાસી છૂટ્યા હતા.