- સમાજની જ્ઞાતિના લોકોની એક જ માંગ
- ભગવાન વિશ્વકર્માની જન્મજ્યંતીએ સરકાર આપે જાહેર રજા
- વિશ્વકર્મા જન્મજયંતીના દિવસે પણ સમાજના લોકોને રહેવું પડે છે વ્યસ્ત
બનાસકાંઠાઃ જિલ્લાના પંચાલ સમાજ દ્વારા વિશ્વ કર્મા ભગવાનની જન્મજ્યંતીની જાહેર રજા આપવા માટે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ આવેદનપત્ર મંગળવારે આપવામાં આવ્યું હતું.
કલેક્ટરને પાઠવ્યું આવેદનપત્ર
વિશ્વકર્મા ભગવાનની જન્મજયંતિના દિવસે જાહેર રજા ન હોવાથી ધંધા રોજગાર શરૂ હોય છે. જેના કારણે મિસ્ત્રી, સુથાર અને લુહાર સમાજના લોકો ભગવાનની પૂજા તેમજ શોભાયાત્રા સહિતના ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લઇ શકતા નથી. જેના પગલે રાજ્ય યુવા પંચાલ સમાજની સૂચનાથી બનાસકાંઠા પંચાલ યુવા સંગઠન દ્વારા વિશ્વકર્મા ભગવાનની જન્મજ્યંતીની જાહેર રજા આપવાની માગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.