ગુજરાત

gujarat

ETV Bharat / state

પાલનપુરમાં ફરજ પર બેદરકારી રાખવા બદલ PSI સસ્પેન્ડ - પાલનપુર ATM કેસ

પાલનપુર: બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકામાં PSIને બેજવાબદારી ભર્યા વર્તનના કારણે સસ્પેન્ડ કરાયા છે. બુધવારના રોજ પાલનપુર ATMના મામલે બેદરકારી દાખવાતાં PSIને સસ્પેન્ડ કરાતાં પોલીસબેડામાં ખળભડાટ મચી ગયો હતો.

પાલનપુરમાં ફરજ પર બેદરકારી રાખવા બદલ PSI સસ્પેન્ડ

By

Published : Jul 25, 2019, 1:29 PM IST

જિલ્લાના વડામથક પાલનપુરમાં ડેરી રોડ પર આવેલા SBIના ATMને ગેસ કટરથી કાપી તેમાંથી 19.61 લાખ રૂપિયાની ચોરી થઇ હતી. આ ઘટનાની જાણ પોલીસને થઈ ત્યારે ફરજ પરના PSI બી.સી.છાત્રાલીયાએ ઘટનાની જાણ ઉચ્ચ અધિકારીને ન કરી બેદરકારી દાખવી હતી એટલે જિલ્લા પોલીસ વડા પ્રદીપ સેજુલે PSIને સસ્પેન્ડ કર્યા હતા.

પાલનપુરમાં ફરજ પર બેદરકારી રાખવા બદલ PSI સસ્પેન્ડ

ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠામાં ફરજ પર બેદરકારી રાખવા બદલ બીજા અધિકારીઓ પણ સસ્પેન્ડ કરાયા છે. અગાઉ અંબાજી રોડ પર ગોઝારા અકસ્માત મામલે જિલ્લા RTO અધિકારી ડી.એસ. પટેલને પણ સસ્પેન્ડ કરાયા હતા.

ABOUT THE AUTHOR

...view details