- પાલનપુરનો હાર્દસમાન ઓવરબ્રિજ એક બાજુથી થયો ક્ષતિગ્રસ્ત
- ઓવરબ્રિજનું સમારકામ ચાલુ હોઇ એક ભાગ થયો ક્ષતિગ્રસ્ત
- 8 મહિનાઓથી ચાલે છે પુલના એક ભાગને ઊંચો કરવાની કામગીરી
પાલનપુર: બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર શહેરમાં ગુરુ નાનક ચોકથી હાઇવે તરફ જતાં મુખ્ય રેલવે ઓવરબ્રિજ આવેલો છે. આ રેલવે ઓવરબ્રિજને ઊંચો લેવા માટે પુલનું કામકાજ છેલ્લાં 8 મહિનાઓથી ચાલી રહ્યું છે. જેને લીધે પુલના એક ભાગ પરથી જ બન્ને તરફના વાહનો અવરજવર કરે છે,જ્યારે બીજો ભાગ સદંતર બંધ કરી દેવાયો છે. પરંતુ આ બંધ કરાયેલા પુલની સાઈડમાં મોટા મોટા બ્લોક લગાવી બીજી તરફના પુલ પરથી વાહનો અવરજવર કરતાં હોય છે. તેમાંથી એક બ્લોક નીચે પડી ગયો હોવાથી પુલ જોખમભરી સ્થિતિમાં મુકાઈ ગયો છે. જેથી જે ભાગમાં ક્ષતિ સર્જાઈ છે તે ભાગ નજીક માણસો મૂકી બેરિકેડ લગાવી એક -એક વાહનને જ પુલ પરથી પસાર કરાય છે. જેને પરિણામે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે. લોકોને અત્યારે જીવના જોખમે પુલ પરથી પસાર થવું પડી રહ્યું છે.
આ પણ વાંચોઃ નવસારીમાં વર્ષોથી અટવાયેલો રેલવે ઓવરબ્રિજ 114 કરોડના ખર્ચે થશે સાકાર