- અનેક દુકાનદારોનું ત્રણથી ચાર વર્ષોનું ભાડું બાકી
- ભાડાની રકમ બાકી હોવાથી નગરપાલિકા આવ્યું એક્શન મોડમાં
- હાઈવે વિસ્તારમાં એક જ દિવસમાં 29 દુકાનોને કરી સીલ
બનાસકાંઠા: જિલ્લાની પાલનપુર નગરપાલિકાએ સૌથી મોટી નગરપાલિકા છે, પરંતુ બાકી લેણાંની બાબતમાં પણ પાલનપુર નગરપાલિકા અવ્વલ નંબરે જ છે. શહેરની કુલ 1239 દુકાનો નગરપાલિકાની માલિકીની છે. જેને પાલિકાએ લીઝ પર વેપારીઓને ભાડા પટ્ટાથી આપેલી છે. જેનું દર મહિના પ્રમાણે ભાડું નિયત કરેલું છે, પરંતુ શહેરમાં અનેક દુકાનદારો એવા છે જેમનું લાખો રૂપિયાનું ભાડું છેલ્લાં કેટલાંય વર્ષોથી બાકી છે. આવા બાકીદારોને અનેક નોટિસો આપી હોવા છતાં તેમનાં દ્વારા બાકી લેણાંની રકમ ભરપાઈ નહી કરાતાં પાલિકાએ દુકાનોને સીલ કરવાની કાર્યવાહી શરૂ કરી છે. જે હેઠળ મંગળવારે શહેરના બિહારીબાગ વિસ્તારમાં આવેલી સ્વસ્તિક કોમ્પ્લેક્ષની 29 દુકાનોને સીલ કરી દેવામાં આવી છે.
આ પણ વાંચો:રાજકોટ મનપા દ્વારા 8 હોસ્પિટલો ‘સીલ’ કરશે