- પાલનપુર નગરપાલિકા છેલ્લાં ત્રણ મહિનાથી એક્શન મોડમાં
- પાલનપુર નગરપાલિકાએ અત્યાર સુધીમાં 75 લાખનું ભાડું કર્યું વસૂલ
- બાકીદારો સામે પાલનપુર પાલિકાની કડક કાર્યવાહી
બનાસકાંઠાઃ પાલનપુર નગરપાલિકાએ બનાસકાંઠા જિલ્લાની સહુથી મોટી નગરપાલિકા છે, પરંતુ બાકી લેણાની બાબતમાં પણ પાલનપુર પાલિકા પ્રથમ નંમબરે છે. શહેરની કુલ 1,239 દુકાનો નગરપાલિકાની માલિકીની છે. જેને પાલિકાએ લીઝ પર વેપારીઓને ભાડા પટ્ટાથી આપેલી છે. જેનું દર મહિના પ્રમાણે ભાડું નિયત કરેલું છે પરંતુ શહેરમાં અનેક દુકાનદારો એવા છે જેમનું લાખ્ખો રૂપિયાનું ભાડું છેલ્લાં કેટલાંય વર્ષોથી બાકી છે. આવા બાકીદારોને અનેક નોટિસો આપી હોવા છતાં તેમના દ્વારા બાકી લેણાની રકમ ભરપાઈ નહિ કરાતાં પાલિકાએ છેલ્લાં ત્રણ મહિનાથી દુકાનોને સીલ કરવાની કાર્યવાહી શરૂ કરી છે. જેનાં લીધે અત્યાર સુધીમાં પાલિકાએ રૂપિયા 75 લાખની ભાડાની રકમ વસૂલ કરી છે. જ્યારે હજુ 25 લાખ જેટલું ભાડું બાકી હોવાથી અન્ય બાકીદારો સામે પણ પાલિકા કડક કાર્યવાહી કરી રહ્યું છે.
આ નાણા શહેરના વિકાસ માટે વપરાશેઃ ટેક્ષ વિભાગ