- પ્રથમ દિવસે લોકોએ માત્ર ફોર્મ જ લીધાં
- 6 ફોર્મમાંથી 4 ફોર્મ તો કોંગ્રેસના ઉમેદવારોએ ભર્યાં
- બે ઉમેદવારોએ મેન્ડેટની આશાએ ભર્યું ફોર્મ
પાલનપુર: નગરપાલિકામાં પ્રથમ દિવસે લોકોએ માત્ર ફોર્મ જ લીધાં હતાં. 158 લોકોએ ફોર્મ લીધાં બાદ બીજા દિવસે નેતાઓએ ફોર્મ ભરવાનું શુભમુહુર્ત કર્યું હતું. વોર્ડ નંબર 1થી 6માં ફોર્મ ભરવાની પ્રક્રિયા પાલનપુર પ્રાંત કચેરી ખાતે ચાલી રહી છે, જ્યાં ત્રણ વ્યક્તિઓએ ફોર્મ ભર્યા હતાં, જેમાં કોંગ્રેસના બે ઉમેદવારોએ મેન્ડેટની આશાએ ફોર્મ ભર્યું હતું. જ્યારે વોર્ડ નંબર 7થી 11માં ફોર્મ ભરવાની પ્રક્રિયા જિલ્લા પુરવઠા કચેરીમાં ચાલી રહી છે. જેમાં પણ કોંગ્રેસના બે ઉમેદવારોને મેન્ડેટ મળી જ જશે તેવી આશાએ ફોર્મ ભર્યું હતું.