- નારી સરક્ષણ ગૃહમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિ
- રાષ્ટ્રીય મહિલા આયોગની ઓચિંતી તપાસ
- તાત્કાલિક CCTV લગાવા સૂચના
બનાસકાંઠા : પાલનપુર ખાતે આવેલા મહિલા સંરક્ષણ ગૃહમાં બનાસકાંઠા જિલ્લામાંથી પીડિત મહિલાઓને આશ્રય આપવામાં આવે છે. ત્યારે છેલ્લા ઘણા સમયથી બનાસકાંઠા જિલ્લાના નારી સંરક્ષણ ગૃહની ફરિયાદો ઉઠી રહી છે. જે અંગે સોમવારે બનાસકાંઠાના પાલનપુર ખાતે આવેલા નારી સંરક્ષણ ગૃહની મુલાકાત રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય દ્વારા લેવામાં આવી હતી. આ નારી સંરક્ષણ ગૃહમાં છેલ્લા ઘણા સમયથી ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિની ફરિયાદો મળી રહી હતી. જેમાં સોમવારે રાષ્ટ્રીય મહિલા આયોગની ટીમ દ્વારા તાત્કાલિક ધોરણે તપાસ કરવામાં આવી હતી.
- રાષ્ટ્રીય મહિલા આયોગે લીધી ઓચિંતી મુલાકાત
બનાસકાંઠાના પાલનપુરમાં આવેલા નારી સંરક્ષણ ગૃહમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોવાની ફરિયાદ રાષ્ટ્રીય મહિલા આયોગને મળતા સોમવારે આયોગના સભ્ય ડૉ. રાજુલા દેસાઈએ નારી સંરક્ષણ ગૃહની ઓચિંતી મુલાકાત લીધી હતી. નારી સંરક્ષણ ગૃહમાં ચાલતી પ્રવૃત્તિ વિષે જાણકારી મેળવી હતી. જો કે, આ સમયે ફરિયાદને લગતા કોઈ જ પૂરાવા મળી આવ્યા ન હતા, પંરતુ સંચાલકોને કડક સૂચના આપી હતી અને કોઈપણ પ્રકારની પ્રવૃત્તિ ચાલતી હશે અને પૂરાવા મળશે, તો આગામી સમયમાં તમામ લોકો સામે કાયદેદારની કાર્યવાહીની ચેતવણી આપી હતી.
- સગીરાઓનું વિશેષ ધ્યાન રાખવા આપી સૂચના