- કોરોના દર્દીઓને સારવાર મળી રહે તે માટે બનાસ ડેરી સંચાલિત કોવિડ હોસ્પિટલ
- પાલનપુર સિવિલમાં ઓક્સિજન પ્લાન્ટ નંખાયો
- પ્લાન્ટમાં દરરોજ કલાકમાં 28 કિલો શુદ્ધ ઓક્સિજન બનશે
- 10 જેટલા દર્દીઓના ઓક્સિજનની અછતથી મોત નિપજ્યા
બનાસકાંઠા :જિલ્લામાં પાલનપુર ખાતે બનાસડેરી સંચાલિત બનાસ કોવિડ હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે. હોસ્પિટલ શરૂ થતાની સાથે જ પાલનપુર તાલુકા તેમજ આજુબાજુના મોટાભાગના તાલુકાનાં કોરોના દર્દીઓને આ કોવિડ હોસ્પિટલમાં સારવાર મળી રહી છે. 190 બેડ ધરાવતી આ હોસ્પિટલમાં અત્યારે બનાસડેરી દ્વારા દર્દીઓને કોઈપણ પ્રકારની હાલાકી ન પડે તે માટે સારવાર પૂરી પાડવામાં આવી રહી છે.
બનાસડેરી દ્વારા ઓક્સિજન પ્લાન્ટ ઉભો કરાયો પાલનપુરમાં રોજના 100થી પણ વધૂ કોરોના પોઝિટિવ દર્દીઓ સામે આવી રહ્યા
બનાસકાંઠા જિલ્લામાં અત્યારે સૌથી વધૂ કોરોના દર્દીઓના કેસ પાલનપુરમાં સામે આવી રહ્યા છે. સતત લોકોના વધેલા સંક્રમણના કારણે હાલમાં પાલનપુરમાં રોજના 100થી પણ વધૂ કોરોના પોઝિટિવ દર્દીઓ સામે આવી રહ્યા છે. ત્યારે આ તમામ દર્દીઓને સમયસર સારવાર મળી રહે તે માટે બનાસડેરી દ્વારા બનાસ કોવિડ હોસ્પિટલ બનાવવામાં આવી છે. તેમાં ડોક્ટરો દ્વારા આ દર્દીઓને તમામ પ્રકારની સારવાર આપવામાં આવી રહી છે. ગત વર્ષે પણ બનાસકાંઠા જિલ્લાના મોટાભાગના કોરોના પોઝિટિવ દર્દીઓને આ બનાસ કોવિડ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી.
બનાસડેરી દ્વારા ઓક્સિજન પ્લાન્ટ ઉભો કરાયો આ પણ વાંચો : પાટણમાં ઓક્સિજન પ્લાન્ટનું રિયાલિટી ચેક
15 મેટ્રીક ટન જેટલો ઓક્સિજનનો જથ્થો જામનગરથી લાવ્યો હતો
સમગ્ર ગુજરાતમાં કોરોના વાયરસની બીજી લહેરમાં સૌથી વધૂ કોરોના સંક્રમિત દર્દીઓનો ઓક્સિજન લેવલની ઘટ સર્જાઈ રહી છે. જેના કારણે બનાસકાંઠા જિલ્લામાં રોજે-રોજ ઓક્સિજનની ભારે માંગ ઉઠી છે. સમગ્ર ગુજરાતના ઓક્સિજનની માંગ ઉઠતા ભારે અછત સર્જાઇ રહી છે. જેના કારણે બનાસકાંઠા જિલ્લામાં 3 દિવસ અગાઉ ઓક્સિજનની કમી સર્જાતા જિલ્લામાં 10 જેટલા દર્દીઓના સારવાર દરમિયાન મોત નિપજ્યા હતા. જોકે, મોડી સાંજે 15 મેટ્રીક ટન જેટલો ઓક્સિજનનો જથ્થો જામનગરથી લાવીને જિલ્લાની અલગ-અલગ હોસ્પિટલોમાં ફાળવી દેવાયો હતો. જામનગરથી મંગાવેલો ઓક્સિજનનો જથ્થો એક દિવસ સુધી ચાલી શકે એટલો જ હતો. જેના કારણે વારંવાર દર્દીઓને સારવાર મેળવવા માટે ઓક્સિજનની અછત સર્જાય છે.
બનાસડેરી દ્વારા ઓક્સિજન પ્લાન્ટ ઉભો કરાયો પ્લાન્ટ દ્વારા 72 કલાકમાં 680 કિલો ઓક્સિજન બનશે
ઓક્સિજનની અછતના કારણે દર્દીઓના મોત ન થાય અને ઓક્સિજનની અછત ન સર્જાય તે માટે કરોડો રૂપિયાના ખર્ચે ઓટોમેટિક ઓક્સિજન ઉત્પન્ન કરવાનો પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે. જે પ્લાન્ટ કલાકના 28 કિલો શુદ્ધ ઓક્સિજન ઉત્પન્ન કરે છે. આ પ્લાન્ટ દ્વારા 72 કલાકમાં 680 કિલો ઓક્સિજન બનશે. જેનાથી રોજની 70 મોટી બોટલ ઓક્સિજન ભરી શકાશે. તેનાથી રોજના 35 દર્દીઓને ઓક્સિજન પૂરો પાડી શકાય. નોંધનીય છે કે, આ પ્લાન્ટ બનાવતા બે મહિના જેટલો સમય લાગે છે. પરંતુ આ બનાસડેરી દ્વારા સંચાલિત કોવિડ હોસ્પિટલના સ્ટાફે દિવસ-રાત મહેનત કરી માત્ર અઠવાડિયામાં જ આ પ્લાન્ટ તૈયાર કર્યો છે. આ પ્લાન્ટ નાખવાથી ઓટોમેટિક ઓક્સિજન ઉત્પન્ન થશે અને કોવિડ-19 હોસ્પિટલમાં ઓક્સિજનની કમી સર્જાશે નહિ. પાલનપુર કોવિડ હોસ્પિટલ ખરા અર્થમાં આત્મ નિર્ભર બની છે.
આ પણ વાંચો : કંઈક તો શરમ કરો, ઓક્સિજન સેન્ટરની શરૂઆત પ્રસંગે ભાજપ નેતાએ વેચી મીઠાઈ
પાલનપુર અને ડીસામાં ઓક્સિજનની અછતના લીધે 10 જેટલા દર્દીઓના મોત નિપજ્યા
બનાસડેરીના ચેરમેન શંકર ચૌધરીએ ETV Bharat સાથે ટેલીફોનિક વાતચીત કરતા જણાવ્યું હતું કે, બનાસકાંઠા જિલ્લામાં ત્રણ દિવસ અગાઉ ઓક્સિજનની અછત સર્જાતા પાલનપુર અને ડીસામાં સહિતના શહેરોમાં 10 જેટલા દર્દીઓના મોત નિપજ્યા હતા. ત્યારે આવા સમયે ઓક્સિજનની અછત ન સર્જાય તે માટે બનાસડેરી દ્વારા પાલનપુર ખાતે કાર્યરત કરવામાં આવેલી ગલબા નાનજી ટ્રસ્ટ સંચાલિત બનાસકાંઠા હોસ્પિટલમાં ઓક્સિજનની અછત ન સર્જાય તે માટે કરોડો રૂપિયાના ખર્ચે ઓટોમેટિક ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો છે.
બનાસડેરી દ્વારા ઓક્સિજન પ્લાન્ટ ઉભો કરાયો એક કલાકમાં 28 કિલ્લો ઓક્સિજન તૈયાર કરી શકાય
આ પ્લાન્ટમાં એક કલાકમાં 28 કિલ્લો ઓક્સિજન તૈયાર કરી શકાય છે. જેનાથી જરૂરિયાતમંદ તમામ દર્દીઓને ઓક્સિજન પૂરો પાડવામાં આવી રહ્યો છે. ત્યારે તે પ્રમાણે ઓક્સિજનની અછતના કારણે કોરોના દર્દીઓના મોત નીપજી રહ્યા હતા. તેને અટકાવવા માટે બનાસડેરી દ્વારા આ ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો છે. જેનાથી આવનારા સમયમાં જે ઓક્સિજનની અછતના કારણે દર્દીઓના મોત નિપજ્યા છે તેને ઘટાડી શકાશે.