- કેનાલોમાં પાણી બંધ થતા ખેડૂતોમાં આક્રોશ
- સરકારે 30 જુન સુધી પિયા માટે પાણી આપવાની કરી હતી જાહેરાત
- ઉનાળુ સીઝનના બાજરી જુવારના પાકમાં નુકસાન થવાની ભીતિ
બનાસકાંઠા: સરહદી વાવ સૂઇગામ વિસ્તારમાં આજે પણ કેટલાક વિસ્તારમાં સિંચાઈના તળ હજાર ફૂટ નીચે સુધી જતા રહ્યા છે. ત્યારે ખેડૂતો માત્ર કેનાલ પર જ આધાર રાખીને બેઠા છે, પરંતુ નર્મદા નિગમ દ્વારા કેનાલોમાં પાણી બંધ કરાતા ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા કરોડોના ખર્ચે કેનાલો ખેડૂતો માટે બનાવવામાં આવી. ખેડૂતોએ કેનાલ આધારિત બાગાયતી ખેતી કરી પ્રગતિ કરી ઉનાળામાં પણ નર્મદા નિગમે પાણી આપ્યું. પરંતુ કેનાલોમાં અચાનક પાણી બંધ કરાતા ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો ખોવાનો વારો આવ્યો છે. જો દસ દિવસ કેનાલોમાં સિંચાઈ માટે પાણી ચાલુ રાખવામાં આવે તો ખેડૂતોનો પાક તૈયાર થઈ જાય અને ત્યાર બાદ પાણી બંધ કરવામાં આવે તો ખેડુતોને નુકસાન થતું અટકે.
આ પણ વાંચો:વીજ લાઈન કામગીરીને લઇ ખેડૂતોમાં આક્રોશ