બનાસકાંઠામાં લોકો છેલ્લા 2 વર્ષથી ગંભીર દુષ્કાળનો સામનો કરી રહ્યા છે. ગત વર્ષે વરસાદ ન થતા દુષ્કાળની પરિસ્થિતિ સર્જાઈ હતી અને તેના કારણે લોકોએ ભારે મુશ્કેલીમાંથી પસાર થયા હતા. આ વર્ષે પણ પ્રથમ રાઉન્ડમાં સામાન્ય વરસાદ થયા બાદ, સારો વરસાદ થશે તેવી આશાએ ખેડૂતોએ વાવણી કરી દીધી હતી. પરંતુ બાદમાં વરસાદ ન થતા ખેડૂતો અને લોકો મુશ્કેલીમાં વધારો થયો છે.
બનાસકાંઠામાં મેઘરાજાને રીઝવવા પર્જન્ય યજ્ઞ યોજાયો - Gujarati News
બનાસકાંઠાઃ શહેરમાં હરિયાળી ક્રાંતિ થાય અને સારો વરસાદ થાય માટે બનાસ ડેરી દ્વારા આજે પર્જન્ય યજ્ઞ આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી સહિત સંચાલકોએ યજ્ઞમાં આહુતિ આપી મેઘરાજાને રીઝવવા માટે પ્રાર્થના કરી હતી.
એક તરફ દુષ્કાળ જેવી પરિસ્થિતિ છે ત્યારે બીજી તરફ વરસાદ ન થતા બેહાલ થયેલા ખેડૂતોએ મેઘરાજાને રીઝવવા માટે અવનવા પ્રયાસો કરી રહ્યા છે. જે દરમિયાન આજે બનાસડેરી દ્વારા પણ બનાસ ડેરી સંકુલમાં આવેલ શિવ મંદિર ખાતે પર્જન્ય મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી સહિત સંચાલકોએ યજ્ઞમાં આહુતિ આપી મેઘરાજાને રિઝવવા પ્રાર્થના કરી હતી.
આ સાથે જ બનાસકાંઠા જિલ્લાની અંદર હરિયાળી ક્રાંતિ થાય તે માટે પણ બનાસ ડેરી દ્વારા 21 લાખ નવા વૃક્ષો વાવવાનો સંકલ્પ કર્યો હતો. સામૂહિક વૃક્ષારોપણ અભિયાન આગામી 25 જુલાઈ થી 31 ઓગસ્ટ સુધી જિલ્લાની સેવાભાવી સંસ્થાઓ, NGO, શાળા, કોલેજ અને પર્યાવરણ પ્રેમીઓએ સાથે મળી 21 લાખ વૃક્ષારોપણ કરવામાં આવશે.