બનાસકાંઠાઃ થરાદ ખાતે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યૂ પાસે ઉત્તર પ્રદેશના હાથરસમાં થયેલા દુષ્કર્મ મામલે તથા બર્બરતા પુર્વક હત્યા તેમજ પોલીસ દમનગીરી સામે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. જેમાં આરોપી પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવાની માગ કરવામાં આવી છે. આવું નહીં કરવા પર ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
ઉત્તર પ્રદેશમાં થયેલી દુષ્કર્મની ઘટનાના વિરોધના પડઘા થરાદમાં પડ્યા - થરાદના તાજા સમાચાર
થરાદ ખાતે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યૂ પાસે ઉત્તર પ્રદેશના હાથરસમાં થયેલા દુષ્કર્મ મામલે તથા બર્બરતા પુર્વક હત્યા તેમજ પોલીસ દમનગીરી સામે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો
ઉત્તર પ્રદેશમાં થયેલા દુષ્કર્મનો થરાદમાં વિરોધ
આ વિરોધ પ્રદર્શનમાં થરાદ, વાવ, સુઈગામના વિવિધ સંગઠનો, સામાજીક આગેવાનો, થરાદના ધારાસભ્ય, બાબુલાલ ભાટીયા, નાનજીભાઈ હડીયલ, બબાભાઈ પારેગી, LJP પાર્ટીના ગુજરાત પ્રભારી વગેરે હાજર રહ્યા હતા.