બનાસકાંઠાઃ ગુજરાત રાજસ્થાનની બોર્ડર પાસે આવેલા બનાસકાંઠા જિલ્લાની બોર્ડર પરથી અનેક વાર ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતા તત્વોને પોલીસ પકડી પાડે છે. ત્યારે અત્યારે સમગ્ર દેશમાં લોકડાઉન હોવા છતાં પણ આવા તત્વો ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતા બંધ કરતા નથી.
બનાસકાંઠા જિલ્લાની અમીરગઢ બોર્ડર પરથી ગેરકાયદેસર અફીણ ઝડપાયું - Opium seized
સમગ્ર દેશમાં લોકડાઉન હોવા છતાં પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનારા તત્વો શાંત થયા નથી. ત્યારે બનાસકાંઠાની અમીરગઢ બોર્ડર પરથી અફીણની હેરાફેરી કરતા બે શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે.
etv bharat
જેમાં આજે રાજસ્થાનથી મુંબઈ એક કાર માં અફીણ નો જથ્થો જતો હોવાની બાતમી ના આધારે અમીરગઢ બોર્ડર પર વોચ ગોઠવી હતી. તે દરમિયાન રાજસ્થાનથી મુંબઈ તરફ જઈ રહેલી એક સ્વીફ્ટ કાર શંકાસ્પદ જણાતા SOGની ટીમે ચેકિંગ કરતા તેમાંથી અઢી કિલો અફીણનો મળી આવ્યો હતો.
પોલીસે કાર ચાલક સહિત બે શખ્સોની અટકાયત કરી છે. અફીણનો જથ્થો અને કાર સહિત 4.67 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.