- બનાસકાંઠામાં કોરોનાના કેસમાં વધારો
- વેક્સિનના આગમનને લઈ લોકોના મંતવ્યો
- ગરીબ લોકોને મફતમાં વેક્સિન અપાવવાની માગ
બનાસકાંઠાઃ સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસના કારણે લોકોના જનજીવન પર મોટી અસર જોવા મળી રહી છે. રોજેરોજ મોટી સંખ્યામાં કોરોના વાઇરસના કેસો સામે આવી રહ્યા છે. આ સાથે કોરોના વાઇરસના કારણે મૃત્યુઆંકમાં પણ સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા પણ લોકો કોરોના વાઇરસથી બચી શકે તે માટે રાત દિવસ મહેનત કરવામાં આવી રહી છે, પરંતુ લોકોની જ ગંભીર બેદરકારીના કારણે કોરોના વાઇરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આ બાબતે જો હજુ પણ લોકો ધ્યાન નહીં રાખે તો આગામી સમયમાં કોરોનાના કેસોમાં વધારો થવાની શક્યતાઓ જોવા મળી રહી છે.