ગુજરાત

gujarat

ETV Bharat / state

બનાસકાંઠા: જિલ્લાના વધુ એક શહીદ જવાનને અંતિમ સલામી અપાઈ - Banaskantha district

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લાં એક અઠવાડિયામાં સેનામાં ફરજ બજાવતા બે જવાન ફરજ દરમિયાન શહીદ થયાં છે. બે દિવસ અગાઉ મોટાં ગામનો આર્મી જવાન ઓરિસ્સા ખાતે ટૂંકી બીમારી બાદ શહીદ થયો હતો. તો ઘોડિયાલ ગામના CRPFના જવાન અમદાવાદમાં ફરજ દરમિયાન માર્ગ અકસ્માતમાં શહીદ થયા હતાં.

બનાસકાંઠા શહીદ જવાન
બનાસકાંઠા શહીદ જવાન

By

Published : Jan 8, 2021, 9:18 PM IST

  • બનાસકાંઠા જિલ્લાના વધુ એક શહીદ જવાનને અંતિમ સલામી અપાઈ
  • ફરજ દરમિયાન માર્ગ અકસ્માતમાં થયા હતા શહીદ
  • ડોગ માટે બિસ્કિટ લેવા બાઇક પર બજાર ગયા અને રસ્તામાં મોત મળ્યું

બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લામાં છેલ્લાં એક અઠવાડિયામાં સેનામાં ફરજ બજાવતા બે જવાન ફરજ દરમિયાન શહીદ થયાં છે. બે દિવસ અગાઉ મોટાં ગામનો આર્મી જવાન ઓરિસ્સા ખાતે ટૂંકી બીમારી બાદ શહીદ થયો હતો. તો ઘોડિયાલ ગામના CRPFના જવાન અમદાવાદમાં ફરજ દરમિયાન માર્ગ અકસ્માતમાં શહીદ થયા હતાં.

બનાસકાંઠા જિલ્લાના વધુ એક શહીદ જવાનને અંતિમ સલામી અપાઈ

વડગામ તાલુકાના ઘોડિયાલ ગામના જવાન 15 વર્ષથી CRPF ફરજ બજાવતાં હતા

ઘટનાની મળતી માહિતી મુજબ બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના ઘોડિયાલ ગામના વતની ચંદનસિંહ બારડ 15 વર્ષથી CRPFની ટુકડીમાં અમદાવાદ ખાતે ફરજ બજાવતાં હતા. તેઓ હાલમાં ડોગ સ્કવોર્ડ વિભાગમાં ફરજ પર નિયુક્ત હતા. 4 જાન્યુઆરીએ તેઓ બાઇક લઈને ડોગ માટે બિસ્કીટ લેવા બજારમાં ગયા હતા. ત્યાં પાછળથી આવી રહેલા અજાણ્યા વાહનને તેમને ટક્કર મારતા તેઓ ગંભીર રીતે ઘવાયાં હતા. ત્રણ દિવસની સારવાર બાદ તેઓનું અમદાવાદમાં સારવાર દરમિયાન મોત થયું હતું. ફરજ દરમિયાન શહીદ થયેલા જવાનને તેમના વતન ઘોડિયાલ ખાતે CRPFની ટીમ દ્વારા અંતિમ સલામી સાથે ભાવભીની વિદાય આપવામાં આવી હતી. આ પ્રસંગે ગ્રામજનો પણ ભીની આંખે શહીદ જવાનની અંતીમ યાત્રામાં જોડાયા હતા. શહીદ ચંદનસિંહ પોતાની પાછળ પત્ની અને બે બાળકોને વિલાપ કરતાં છોડી ગયા છે.

ABOUT THE AUTHOR

...view details