ગુજરાત

gujarat

ETV Bharat / state

દિયોદરમાં ધોળા દિવસે પશુ આહારની દુકાનમાં લાખો રૂપિયાની ચોરી

કોરોના વાઇરસની મહામારીમાં આજે શનિવારે દિયોદરમાં ધોળા દિવસે તસ્કરે પશુ આહારની દુકાનમાં પ્રવેશ કર્યો હતો. દુકાનમા કાઉન્ટરમાં પડેલા 1.77 લાખ રૂપિયાની ચોરી કરી તસ્કર ફરાર થઈ ગયા હતા.

દિયોદરમાં ધોળા દિવસે પશુ આહારની દુકાનમાં લાખો રૂપિયાની ચોરી
દિયોદરમાં ધોળા દિવસે પશુ આહારની દુકાનમાં લાખો રૂપિયાની ચોરી

By

Published : May 29, 2021, 4:45 PM IST

  • દિયોદરમાં ધોળા દિવસે પશુ આહારની દુકાનમાં ચોરી
  • પશુ આહારના દુકાન માલિકની નજર ચૂકવી અજાણ્યા તસ્કરોએ કરી ચોરી
  • દુકાનના કાઉન્ટરમાંથી 1.77 લાખ રૂપિયાની ચોરી કરી તસ્કરો ફરાર
  • પોલીસે CCTVના આધારે વધુ તપાસ હાથ ધરી

બનાસકાંઠાઃજિલ્લામાં એક તરફ કોરોના વાઇરસની મહામારીમાં અનેક ધંધા-રોજગાર બંધ થઈ ગયા હતા. આજે શનિવારે દિયોદરમાં ધોળા દિવસે ભૈરવ પશુ આહારની દુકાનમાં અજાણ્યા તસ્કરે પ્રવેશ કર્યો હતો અને ભૈરવ પશુ આહારના દુકાન માલિકની નજર ચૂકવી દુકાનના કાઊન્ટરમાં પડેલા 1.77 લાખની રોકડ રકમ ઉઠાવી તસ્કરો ફરાર થઈ ગયો હતો. જ્યારે આ અંગેની જાણ દુકાન માલિકને થતાં દુકાન માલિકે આજુબાજુના લોકોને જાણ કરી અજાણ્યા શખ્સની શોધખોળ હાથ ધરી હતી પરંતુ ત્યાં સુધી તો અજાણ્યો શખ્સ લાખો રૂપિયાની રોકડ રકમ લઇ ફરાર થઇ ગયો હતો.

દિયોદરમાં ધોળા દિવસે પશુ આહારની દુકાનમાં લાખો રૂપિયાની ચોરી

આ પણ વાંચોઃ રાજકોટમાં અલગ અલગ 5 જેટલા બાઇક ચોરી કરતી ટોળકી ઝડપાઈ

પોલીસે તપાસ હાથ ધરી

દિયોદર ખાતે આજે શનિવારે થયેલી ચોરીની જાણ દુકાન માલિકે તાત્કાલિક ધોરણે દિયોદર પોલીસને કરતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. જ્યાં CCTV ફૂટેજ ચેક કરતાં એક અજાણ્યો શખ્સ ચોરી કરી ફરાર થતો નજરે પડ્યો હતો ત્યારે હાલ તો દિયોદર પોલીસે CCTVના આધારે અને ભૈરવ પશુ આહાર દુકાન માલિકની ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચોઃ અમદાવાદ ગ્રામ્ય LCB દ્વારા બાઇક ચોરી કરતા બે શખ્સની કરાઇ ધરપકડ

ABOUT THE AUTHOR

...view details