- ધાનેરા પાસે સર્જાયો અકસ્માત
- અકસ્માતમાં એકનું મોત, પાંચ ઇજાગ્રસ્ત
- બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતની સંખ્યામાં વધારો
બનાસકાંઠા : જિલ્લામાં અકસ્માતમાં સતત વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધી અનેક નાના-મોટા અકસ્માતો સર્જાયા છે. આવા અકસ્માતોમાં અત્યાર સુધી અનેક માસૂમ જિંદગીઓ હોમાઈ ગઇ છે. બનાસકાંઠા જિલ્લામાં અકસ્માત વધવાનું કારણ લોકો પુર ઝડપે વાહન ચલાવી રહ્યા છે. તેમજ ક્યારેક મોટા વાહનોના ગફલતભર્યા ડ્રાઇવિંગના કારણે તો ક્યારેક ઓવરટેક કરવાના ચક્કરમાં અકસ્માત સર્જતા હોય છે.
ધાનેરા પાસે સર્જાયો અકસ્માત
ધાનેરાના થાવર ગામ પાસે શનિવારે કેમ્પર ગાડીનો અકસ્માત થયો હતો. જેમાં એક મહિલાનું મોત થયું હોવાની ઘટના સામે આવી છે. જેમાં કેમ્પર ગાડી થાવર ગામ પાસેથી પસાર થઇ રહી હતી. જે દરમિયાન ગાડીના ચાલકે અચાનક સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા ગાડી ફંગોળાઈને રોડની બાજુમાં આવેલા ઝાડ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. ધડાકાભેર ઝાડ સાથે ટકરાતાં સર્જાયેલા અકસ્માતમાં ગાડીમાં બેઠેલા રામા પ્રજાપતિ નામની મહિલાને ગંભીર ઈજા પહોંચતા તેનું ઘટનાસ્થળે મોત થયું હતું. જ્યારે ગાડીના ચાલક સહિત કુલ 5 લોકોને ગંભીર ઈજા પહોંચી હતી.
ઇજાગ્રસ્તોને સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડાયા