ગુજરાત

gujarat

ETV Bharat / state

ઓહ...બનાસકાંઠાના નિવૃત્ત વિદ્યુત સહાયકોને માત્ર રૂ. 1 હજારનું પેન્શન મળે છે - ગુજરાત ઊર્જા વિકાસ મંડળ

એક તરફ રાજ્ય સરકાર સંવેદનશીલ નિર્ણયોની વાતો કરે છે તો બીજી તરફ એવા પણ કિસ્સા પ્રકાશમાં આવી રહ્યા છે જ્યાં નિવૃત કર્મચારીઓને માત્ર 1 હજારથી 3 હજાર સુધીનું નજીવું વેતન જ મળી રહ્યું હોય. બનાસકાંઠા જિલ્લા મથક પાલનપુર ખાતે આજે નિવૃત વિદ્યુત સહાયકોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી યોગ્ય વળતર ચૂકવવા રજુઆત કરી હતી.

ઓહ.... બનાસકાંઠાના નિવૃત્ત વિદ્યુત સહાયકોને માત્ર રૂ. 1 હજારનું પેન્શન મળે છે
ઓહ.... બનાસકાંઠાના નિવૃત્ત વિદ્યુત સહાયકોને માત્ર રૂ. 1 હજારનું પેન્શન મળે છે

By

Published : Jan 19, 2021, 12:57 PM IST

  • નિવૃત વિદ્યુત સહાયકોને મળે છે માત્ર એક હજારથી ત્રણ હજાર સુધીનું નજીવું પેન્શન
  • વિદ્યુત સહાયકોને સાતમા પગારપંચ અને મેડીકલનો પણ લાભ નથી મળતો
  • ઓછી પેન્શનના કારણે નિવૃત કર્મીઓને અન્યોના આધારે પસાર કરવું પડે છે જીવન

બનાસકાંઠાઃ ઉત્તર ગુજરાત વીજ કંપનીના 300 જેટલા નિવૃત વિદ્યુત સહાયકોએ આજે તમામ જિલ્લાઓમાં આવેદનપત્ર આપી પોતાની વ્યથા તંત્ર સમક્ષ વ્યક્ત કરી હતી. વર્ગ-3 અને વર્ગ-4 હેઠળના નિવૃત વિદ્યુત સહાયકોને રાજ્ય સરકાર તરફથી માત્ર 1 હજારથી 3 હજાર રૂપિયા સુધીનું જ પેન્શન મળે છે. આ ઉપરાંત તેઓને મેડીકલ તેમ જ સાતમા પગારપંચનો લાભ પણ મળતો નથી. પરિણામે આવા કર્મચારીઓને નિવૃત્તિ બાદ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. નજીવું પેન્શન હોવાથી આવા નિવૃત કર્મચારીઓને વૃદ્ધાવસ્થામાં અન્યો પર આધારિત રહેવું પડે છે. જેના કારણે તેઓ માનસિક તણાવનો સામનો કરી રહ્યા છે.

ઓહ.... બનાસકાંઠાના નિવૃત્ત વિદ્યુત સહાયકોને માત્ર રૂ. 1 હજારનું પેન્શન મળે છે
ગુજરાત ઊર્જા વિકાસ મંડળ નથી સાંભળતું ફરિયાદઃ બનાસકાંઠા વિદ્યુત સહાયક મંડળના પ્રમુખ

બનાસકાંઠા વિદ્યુત સહાયક મંડળે આ અંગે જિલ્લા કલેકટરને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, અમારી માગણીઓ મુદ્દે અમે ગુજરાત ઊર્જા વિકાસ મંડળને અનેક રજૂઆતો કરી છે, પરંતુ તેઓ અમારી ફરિયાદો ધ્યાને લેતા નથી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જો અમારી માંગણીઓ મુદ્દે સત્વરે કોઈ કાર્યવાહી નહીં થાય તો અમે ગાંધી ચીંધ્યા માર્ગે આગળની કાર્યવાહી કરીશું.

ABOUT THE AUTHOR

...view details