બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 12 દિવસથી તીડે હાહાકાર મચાવ્યો છે. જેમાં અત્યાર સુધી વાવ તાલુકાના 10, સુઈગામના 8 અને લાખણીના ચાર ગામડાઓમાં તીડે ભારે નુકશાન કર્યા બાદ હવે ડીસા, પાલનપુર અને ધાનેરા પંથકમાં દસથી વધુ ગામોમાં તીડ આતંક મચાવી રહ્યાં છે. અત્યાર સુધી તીડ નિયંત્રણ વિભાગની પાંચ ટીમો દ્વારા દવાઓનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. આ સિવાય ખેતીવાડી વિભાગ પણ 18 ટીમો કામે લાગી હતી, તેમ છતાં પણ તીડનું આક્રમણ ઘટવાને બદલે વધી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. સતત દવાઓના છંટકાવ બાદ તીડ 52, 80 ટકા જેટલો કાબુ મેળવ્યો હોવાનું તંત્રએ જણાવ્યું હતું,
ગ્રામીણ વિસ્તાર છોડી હવે તીડનું આક્રમણ શહેરી વિસ્તારમાં - banaskatha samachar
બનાસકાંઠાઃ જિલ્લામાં હજુ પણ તીડનું આક્રમણ યથાવત છે અને રોજ અલગ-અલગ વિસ્તારમાં નવા આવતા તીડના ઝુંડ ખેતી પાક પર આક્રમણ કરતા હતા. જેનાથી ખેડૂતો હવે ત્રાહિમામ પોકારી ઉઠયા છે. ત્યારે હવે તીડ ગ્રામીણ વિસ્તાર છોડી અને શહેરી વિસ્તાર તરફ આવતા ખેડૂતો ઉપર મોટી આફત સર્જાઇ છે.
તીડે આક્રમણ કરતા ખેડૂતોએ પોતાના પાકને બચાવવા માટે અવનવા પ્રયાસો હાથ ધર્યા છે. જેમાં મોટાભાગે ખેડૂતો ઘરમાં રહેલા વાસણોનો ખખડાવીને તેને ભગાડવાનો પ્રયાસ કરી રહ્યાં છે, તો આ સિવાય કેટલીક જગ્યાએ ધુમાડો પણ કરી રહ્યા છે, ક્યાંક ઢોલ વગાડી રહ્યા છે, તો ક્યાંક ભાડેથી ડીજે લાવીને તેના અવાજથી તીડને ભગાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે, આટલું જ નહીં પરંતુ ખેડૂતો આવ નવા કિમિયા પણ અજમાવી રહ્યા છે, તીડ પર નિયંત્રણ મેળવી શકાય તેમ નથી, ત્યારે સરકાર તાત્કાલિક હેલિકોપ્ટર મોકલી અને તીડો પર દવાનો છંટકાવ કરવામાં આવે તો જ આ તીડ પર કાભુ મેળવી શકાય તેમ છે.
અત્યાર સુધી બનાસકાંઠા જિલ્લામાં એરંડા, જીરુ, રાયડો જેવા પાકને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો બેઠા થવાનો પ્રયાસ કરે છે અને કુદરતી આફત આવી પડે છે, પડતા પર પાટુ સમાન કુદરતી આફત આવી પડે છે, ત્યારે હવે સરકાર પણ ખેડૂતોનીઆ વેદના સમજી તિડના ત્રાસમાંથી જલ્દી મુક્તિ અપાવે ખેડૂતો ઇચ્છી રહ્યા છે.