ગુજરાત

gujarat

ETV Bharat / state

ડીસામાં ગેરકાયદેસર કતલખાના બંધ કરાવવા જીવદયા પ્રેમીઓએ આવેદનપત્ર આપતા નગરપાલિકા દ્વારા 20 લોકોને અપાઇ નોટિસ - Deesa of the slaughterhouse

બનાસકાંઠાના ડીસા શહેરમાં ગેરકાયદેસર ચાલતાં કતલખાના (Slaughterhouse) તેમજ ઠેરઠેર ઊભી થયેલી માંસ-મટનની દુકાનો (Meat-mutton shops) બંધ કરાવવા મંગળવારે શહેરના જીવદયાપ્રેમીઓએ આવેદનપત્ર આપ્યું હતું. આવેદનપત્ર આપ્યાના ગણતરીના સમયમાં જ નગરપાલિકા (Municipality) એક્શનમાં આવી ગઈ હતી અને તરત જ ગેરકાયદેસર માંસ-મટનની દુકાન અને કતલખાનાઓને નોટિસો પાઠવી કાર્યવાહી શરૂ કરી હતી.

Gujarat News
Gujarat News

By

Published : Aug 10, 2021, 7:33 PM IST

  • ડીસામાં 30 થી પણ વધુ કતલખાનાઓ શરૂ
  • જીવદયા પ્રેમીઓએ કતલખાના બંધ કરાવવા આપ્યું આવેદનપત્ર
  • જીવદયાપ્રેમીઓએ આપેલા આવેદનપત્ર બાદ નગરપાલિકા ટીમ અને પોલીસ દ્વારા કાર્યવાહી શરૂ
  • 25 થી વધુ કતલખાનાઓના સંચાલકોને બંધ કરવા નોટિસ અપાઇ

બનાસકાંઠા: ડીસા શહેરના ગવાડી, અખર, તીનબત્તી, પાટણ હાઈવે, રાજપુર અને મીરા મહોલ્લા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે માંસ-મટનની (Meat-mutton shops) દુકાનો ધમધમી રહી છે. આ ઉપરાંત ડીસા શહેરમાં ગેરકાયદેસર રીતે કતલખાનાઓ પણ ચાલી રહ્યા છે. એક પણ દુકાન કે કતલખાના (Slaughterhouse) દ્વારા નગરપાલિકાની કોઈપણ સરકારી વિભાગની મંજૂરી લેવામાં આવી નથી. જે બંધ કરાવવા અગાઉ કોર્ટે આદેશ કરેલો છે તેમ છતાં માંસ અને મટનની આ ગેરકાયદેસર દુકાનો સદાય ધમધમતી રહે છે. ગેરકાયદેસર ચાલતી આ પ્રવૃત્તિને કારણે કોઈ ધારાધોરણ જળવાતું ન હોય બીમાર અને રોગિષ્ઠ પશુઓનું માંસ પણ વેચવામાં આવે છે. પશુઓના શરીરના વધારાના અંગો જાહેરમાં ફેંકવામાં આવતા રોગચાળાનો પણ ભય રહે છે. આ ઉપરાંત માંસ-મટનની દુકાન જાહેર રોડ પર રાખી લોકોની લાગણી દુભાવવાનો પણ પ્રયાસ થઈ રહ્યો છે.

ડીસામાં ગેરકાયદેસર કતલખાના બંધ કરાવવા જીવદયા પ્રેમીઓએ આવેદનપત્ર આપતા નગરપાલિકા દ્વારા 20 લોકોને અપાઇ નોટિસ

કોર્ટે અગાઉ પણ તેમને બંધ કરવાનો આદેશ કર્યો હતો

ડીસા શહેરના જીવદયા પ્રેમી અને ધર્મપ્રેમી સંગઠનો દ્વારા મંગળવારે માંસ-મટનની દુકાન (Meat-mutton shops) બંધ કરાવવા ડીસાના નાયબ કલેક્ટર, ડીસા DySP, મામલતદાર, ચીફ ઓફિસર તેમજ પોલીસ મથકે આવેદનપત્ર આપી આ પ્રવૃત્તિ તાત્કાલિક બંધ કરાવવા જણાવ્યું હતું. આ અંગે ડીસાના જાણીતા વકીલ અને જીવદયા પ્રેમી ધર્મેન્દ્રભાઈએ જણાવ્યું હતું કે, ડીસા શહેરમાં એક પણ કતલખાનું (Slaughterhouse) કે મટનની દુકાન પાસે લાઇસન્સ નથી. કોર્ટે અગાઉ પણ તેમને બંધ કરવાનો આદેશ કરેલો જ છે. જેથી આ પ્રવૃત્તિ સદંતર બંધ થવી જોઈએ.

ડીસામાં ગેરકાયદેસર કતલખાના બંધ કરાવવા જીવદયા પ્રેમીઓએ આવેદનપત્ર આપતા નગરપાલિકા દ્વારા 20 લોકોને અપાઇ નોટિસ

આ પણ વાંચો: દેવભૂમિ દ્વારકામાં માંસ, મટન, ચિકન જેવી ચીજો પર પ્રતિબંધ મૂકવાની માગ કરાઈ

ડીસા શહેરમાં માંસ-મટનની તમામ દુકાનો ગેરકાયદેસર: ચીફ ઓફિસર

ડીસામાં જીવદયા પ્રેમીઓએ આવેદનપત્ર આપવાને કારણે ડીસા નગરપાલિકાએ ગણતરીના સમયમાં જ તમામ દુકાનો અને ગેરકાયદેસર કતલખાના બંધ કરાવવા માટે નોટિસો પાઠવવાનું શરૂ કરાયું હતું. આ અંગે ડીસા નગરપાલિકા (Municipality) ના ચીફ ઓફિસર ઉપેન્દ્ર ગઢવીએ જણાવ્યું હતું કે, ડીસા શહેરમાં માસ-મટનની એક પણ દુકાન (Meat-mutton shops) કે કતલખાના (Slaughterhouse) નું રજિસ્ટ્રેશન થયેલું ન હોવાથી તમામ ગેરકાયદેસર છે. અગાઉ પણ નોટિસો બંધ કરવા આપેલી છે તેમજ આજે મંગળવારે પણ આ તમામ પ્રવૃત્તિ કાયમી ધોરણે બંધ કરવા નગરપાલિકા (Municipality) દ્વારા નોટિસ પાઠવવાની કાર્યવાહી હાથ ધરાઇ છે.

ડીસામાં ગેરકાયદેસર કતલખાના બંધ કરાવવા જીવદયા પ્રેમીઓએ આવેદનપત્ર આપતા નગરપાલિકા દ્વારા 20 લોકોને અપાઇ નોટિસ

આ પણ વાંચો: અમદાવાદમાં બર્ડ ફ્લુનો કેસ નોંધાતા માંસ-મટન તેમજ પક્ષીઓના વેચાણ પર પ્રતિબંધ

30 થી વધુ કતલખાનાના સંચાલકોને નોટિસ

ડીસા શહેરમાં લગભગ 25 થી વધુ માંસ-મટનની દુકાનો (Meat-mutton shops) ચાલી રહી છે. જેને બંધ કરવા માટે નોટિસ આપવા જતા કેટલાક વેપારીઓએ નોટિસ લેવાનો ઇન્કાર કર્યો હતો. જેથી નગરપાલિકા (Municipality) ની ટીમે પોલીસને સાથે રાખી નોટિસ આપવાની કાર્યવાહી હાથ ધરી હતી.

ડીસામાં ગેરકાયદેસર કતલખાના બંધ કરાવવા જીવદયા પ્રેમીઓએ આવેદનપત્ર આપતા નગરપાલિકા દ્વારા 20 લોકોને અપાઇ નોટિસ

ABOUT THE AUTHOR

...view details