ગુજરાત

gujarat

ETV Bharat / state

ભાજપ કાર્યકર્તાના ઘેર જ લાઈટ ન હતી, દિવાળીના દિવસે વીજળીની ભેટ આ કારણે મળી - ભાજપનું શાસન

ગુજરાતમાં 27 વર્ષથી ભાજપનું શાસન ( BJP Rule in Gujarat ) છે. સરકાર સો ટકા વીજળીકરણની જાહેરાતો કરે છે, ત્યારે આ સમાચાર વિચારતાં કરી મૂકે તેવા છે. અંબાજીના આ ગામમાં ભાજપના જ કાર્યકર્તાના ઘેર લાઇટ ( No Electricity in Ambaji Ranpur Aamba village ) ન હતી. ત્યારે સકારાત્મક એ છે કે પ્રધાન મુકેશ પટેલની ( Minister Mukesh Patel )નજરે આ વાસ્તવિકતા ચડી તો તેમના પ્રયાસોથી આજે દિવાળીના દિવસે જ ગામમાં વીજળીના દીવાનો પ્રકાશ ( Electricity after 60 years on Diwali 2022 ) ફેલાયો છે.

ભાજપ કાર્યકર્તાના ઘરે જ લાઈટ ન હતી, રાજ્યપ્રધાનની મુલાકાતથી દિવાળીના દિવસે વીજળીની ભેટ મળી
ભાજપ કાર્યકર્તાના ઘરે જ લાઈટ ન હતી, રાજ્યપ્રધાનની મુલાકાતથી દિવાળીના દિવસે વીજળીની ભેટ મળી

By

Published : Oct 24, 2022, 7:46 PM IST

Updated : Oct 24, 2022, 7:55 PM IST

ગાંધીનગર 1 મે 1960ના દિવસે ગુજરાત રાજ્યને એક અલગ દરજ્જો મળ્યો. છેલ્લા 27 વર્ષથી ગુજરાતમાં સતત ભાજપની સરકાર સત્તામાં ( BJP Rule in Gujarat ) છે. ત્યારે મહત્વની વાત કરવામાં આવે તો અંબાજી ખાતે આવેલ રાણપુર અંબા ગામમાં ભાજપના જ કાર્યકર્તાઓના ઘરે અત્યાર સુધી વીજળી ન હતી ( No Electricity in Ambaji Ranpur Aamba village ) તે બહાર આવ્યું. રાજ્યકક્ષાના પ્રધાન મુકેશ પટેલે પહેલાં અહીં મુલાકાત લીધી હતી અને તે મુલાકાત દરમિયાન ચોકી ગયા હતાં. ત્યારે દિવાળીના દિવસે મુકેશ પટેલે ( Minister Mukesh Patel ) આ તમામ ઘરોમાં વીજળી અપાવીને દિવાળીની ઉજવણી કરી હતી.

સરકાર સો ટકા વીજળીકરણની જાહેરાતો કરે છે ત્યારે આ સમાચાર વિચારતાં કરી મૂકે તેવા છે.

79 ગામમાં વીજળી હતી જ નહીંઅંબાજી પાસે આવેલ રાણપુર આંબા ગામમાં 79 ઘરમાં આઝાદી પછી પ્રથમ વખત વીજળી આવી છે ગુજરાતના આદિવાસી વિસ્તારમાં એવા કેટલાક ગામો છે કે જ્યાં હજી સુધી પણ વીજળી પહોંચી નથી. ત્યારે ઉત્તર ગુજરાતના અંબાજી પાસે આવેલા રાણપુર આંબા ગામમાં અત્યાર સુધી વીજળીવિહોણું ગામ ( No Electricity in Ambaji Ranpur Aamba village ) હતું. ગામમાં સ્થાનિક આગેવાનોએ રાજ્ય કક્ષાના ઊર્જાપ્રધાન મુકેશ પટેલ ( Minister Mukesh Patel )ને આ બાબતે રજૂઆત પણ કરી હતી. જ્યારે મુકેશ પટેલ નવરાત્રી દરમિયાન અંબાજીના દર્શન કરવા ગયા હતાં ત્યારે પેજ પ્રમુખ સાથે તેમના ઘરે ભોજનનો કાર્યક્રમ ગોઠવ્યો હતો. પરંતુ તેમના ઘરે વીજળી જ ન હોવાનું સાંભળીને મુકેશ પટેલ પણ ચોકી ગયા હતાં. ત્યારે તાત્કાલિક ધોરણે રાજ્ય સરકારના અન્ય વિભાગ સાથે ચર્ચા કરીને આ ગામને વીજળી અપાવાનું કામ કર્યું છે અને દિવાળીના દિવસે જ વીજળીનો પુરવઠો શરૂ કરવામાં આવ્યો છે.

શું કહ્યું મુકેશ પટેલે રાજ્યકક્ષાના પ્રધાન મુકેશ પટેલે ( Minister Mukesh Patel ) સમગ્ર બાબતે જણાવ્યું હતું કે બનાસકાંઠા જિલ્લાના અંબાજીના રાણપુર આંંબા ફળિયા ગામે ખાતે ભાજપના પેજ કમિટીના સભ્ય રામાભાઈ તથા કાંતિભાઈએ 3 ઓક્ટોબરના રોજ તેમના નિવાસે શુભેચ્છા મુલાકાત લીધી હતી. તે દરમિયાન પેજ કમિટીના સભ્યોએ રજૂઆત કરી હતી કે જંગલ વિસ્તારમાં જે ઘરો આવેલા છે તેમાં વર્ષોથી લાઈટ હતી ( No Electricity in Ambaji Ranpur Aamba village ) નહીં. ત્યારે આવા લગભગ 150થી વધારે ઘરોમાં વીજળી પહોંચાડવાની રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે ઊર્જા વિભાગ દ્વારા 24 ઓક્ટોબર 2022 ના રોજ દિવાળીના દિવસે જ તમામ ઘરોમાં આજે લાઈટના બલ્બ પ્રગટાવી પેજ કમિટીના સભ્યો તેમ જ પરિવાર સાથે મીઠાઈ વહેંચીને દિવાળીની ઉજવણી કરવામાં આવી છે.

અનેક ગામ વીજળીના પ્રશ્નો યથાવતરાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં તમામ ગામમાં વીજળી છે અને 24 કલાક વીજળી આપતું ગુજરાત ( BJP Rule in Gujarat ) રાજ્ય છે તેવા સૂત્ર આપવામાં આવે છે. જ્યારે વિધાનસભામાં પણ રાજ્યના અનેક સ્કૂલોમાં આંગણવાડીઓમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં વીજળીનો પ્રશ્ન યથાવત હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે અંતરિયાળ વિસ્તારમાં કેટલાય એવા ગામ છે જ્યાં વીજળી વિના ( No Electricity in Ambaji Ranpur Aamba village ) લોકો મુશ્કેલી અનુભવી રહ્યા છે. ત્યારે આ ગામમાં વીજળી આવતા જ રાજ્યકક્ષાના પ્રધાન મુકેશ પટેલે ( Minister Mukesh Patel ) વધુમાં વિગત આપતા જણાવ્યું હતું કે જે સમય સાથે લોકો પીડાતા હતાં. તેમને વીજળી મળવાથી ગામના લોકો નાનો મોટો વ્યવસાય પણ કરી શકશે. જ્યારે બાળકો રાત્રિના સમયે અભ્યાસ પણ કરી શકશે. આ ઉપરાંત મહિલાઓને વીજળી વિના દરરોજ જિંદગી તકલીફો પડતી હતી તે તકલીફોનું નિવારણ આવશે.

Last Updated : Oct 24, 2022, 7:55 PM IST

ABOUT THE AUTHOR

...view details