બનાસકાંઠાઃ જિલ્લાના વાવ તાલુકા પંચાયતની તાજેતરમાં જ યોજાયેલી ચૂંટણીમાં નવેસર ચૂંટાઈ આવેલા નવનિયુક્ત મહિલા પ્રમુખ અને ઉપપ્રમુખની બીજા ટર્મની ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભારતીય જનતા પાર્ટીમાં પ્રમુખ-ઉપપ્રમુખની જંગી બહુમતીથી જીત થઈ હતી. અઢી વર્ષ પછી પણ ભાજપ પક્ષ તેનો દબદબો રાખીને ફરીથી ભાજપ શાસિત તાલુકા પંચાયત બનતા સમગ્ર પંથકમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. ત્યારે વાવ તાલુકા પંચાયતમાં નવનિયુક્ત પ્રમુખ ચૂંટાઈ આવતા વાવ તાલુકાના તમામ ગામડાઓના સરપંચોએ સાથે મળીને સરપંચ સંગઠન દ્વારા પ્રમુખ અને ઉપપ્રમુખને સાલ ઓઢાડી સન્માન કરાયું હતું
વાવમાંં નવ નિયુક્ત મહિલા પ્રમુખ-ઉપપ્રમુખનું સરપંચ સંગઠન દ્વારા સન્માન કરાયું - Bharatiya Janata Party
બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકા પંચાયતની તાજેતરમાં જ યોજાયેલી ચૂંટણીમાં નવનિયુક્ત મહિલા પ્રમુખ અને ઉપપ્રમુખની બીજા ટર્મની ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભારતીય જનતા પાર્ટીમાં પ્રમુખ-ઉપપ્રમુખની જંગી બહુમતીથી જીત થઈ હતી. જેથી વાવ તાલુકાના તમામ ગામડાઓના સરપંચોએ સાથે મળીને સરપંચ સંગઠન દ્વારા પ્રમુખ અને ઉપપ્રમુખને સાલ ઓઢાડી સન્માન કર્યું હતું

વાવઃ નવ નિયુક્ત મહિલા પ્રમુખ-ઉપપ્રમુખનું સરપંચ સંગઠન દ્વારા સન્માન કરાયું
પ્રમુખ અને ઉપપ્રમુખે વાવ તાલુકા સરપંચ સંગઠનને આશ્વાસન આપતા જણાવ્યું હતું કે, દરેક ગામડાઓની અંદર જે પણ વિકાસના કામો અને પ્રજાલક્ષી પ્રશ્નોના નિર્ણયો લેવામાં આવશે. તે દરમિયાન તમામ ગામડાઓના સરપંચોઓને સાથે રાખી અને વિશ્વાસમાં લઈને વિકાસનું જે પણ કાર્ય કરવાનું થતું હશે. તે કાર્યની અંદર વાવ તાલુકા સરપંચ સંગઠનને સાથે રાખી નિર્ણયો લેવામાં આવશે. જેના કારણે તમામ વિકાસલક્ષી કામોનું ઝડપી નિરાકરણ આવશે.