- બનાસકાંઠા જિલ્લામાં ઠાકોર સમાજે બનાવ્યું નવું બંધારણ
- કુરિવાજો દૂર કરી સમાજને પ્રગતિના પંથે લઈ જવા અપીલ
- આ બંધારણનો અમલ યુવાનો કરે તાવી અપીલ
બનાસકાંઠા જિલ્લાના ચોવીસ ગામ ઠાકોર સમાજનું નવું બંધારણ રચાયું
બનાસકાંઠાઃ જિલ્લાના પાલનપુરમાં વસતા ઠાકોર સમાજ જૂના રૂઢિગત રીત-રિવાજોને તિલાંજલિ આપી શિક્ષણ તરફ આગળ વધી રહ્યો છે. પાલનપુર ચોવિસી ગોળના ઠાકોર સમાજ દ્વારા ખોટા સામાજીક ખર્ચાઓ બંધ કરી સમાજને આગળ લાવવાના પ્રયત્નો હાથ ધરાયા છે. આ અંગે સમાજના પ્રમુખ અને આગેવાનોએ જણાવ્યું કે, મૃત્યુના પ્રસંગમાં કફન પ્રથા સદંતર બંધ કરવામાં આવી છે. ધર્માદા પેટે ડાઘુઓ પાસેથી સ્વેચ્છાએ 10 રૂપિયા જ લેવામાં આવશે. સુવાળામાં મહિલાઓ જ જશે. પુરૂષોએ જવાનું બંધ કરાયું છે. બેસણા પ્રથા સદંતર બંધ કરી સવામણ જુવાર ચબુતરે નાખવી તેમજ લોકાચારમાં માત્ર કઢી-ખીચડી જ કરવાની રહેશે, અને જો ઝલો કરવો હોય તો સમાજને 1100 રૂપિયા દાન પેટે આપવાના રહેશે, જેવા અનેક સામાજિક નિયમો સાથે બંધારણ બનાવ્યું છે. જે બંધારણનું સમાજના તમામ લોકોએ પાલન કરવાનું રહેશે.
બનાસકાંઠા જિલ્લાના ચોવીસ ગામ ઠાકોર સમાજનું નવું બંધારણ રચાયું કુરિવાજો દૂર કરી સમાજને પ્રગતિના પંથે લઈ જવા અપીલ
ચોવીસી ઠાકોર સમાજમાં અનેક કુરિવાજો છે અને વર્ષોથી આ અંધશ્રદ્ધા અને કુરિવાજોના કારણે સમાજનો વિકાસ ધીમી ગતિએ થઈ રહ્યો છે. નાના માણસને પણ મોટાની જેમ પ્રસંગોપાત ખર્ચાઓ કરવા પડતા હતા, ત્યારે આ તમામ ખર્ચાઓમાંથી સમાજને મુક્તિ મળે, સમાજ શિક્ષણના માર્ગે આગળ વધે અને અન્ય વિકસિત સમાજની સાથે કદમ મિલાવી શકે તે માટે સમાજના આગેવાનોએ સાથે મળી બંધારણ બનાવ્યું છે અને આ બંધારણનો ભંગ કરનારા પાસેથી આગેવાનો યોગ્ય દાન અને દંડ વસુલશે. એટલું જ નહીં પરંતુ વૃદ્ધો, વડિલો અને આગેવાનોની સાથે-સાથે યુવાનોએ પણ આ અંગે પોતાની સ્વીકૃતિ દર્શાવી છે.
બનાસકાંઠા જિલ્લાના ચોવીસ ગામ ઠાકોર સમાજનું નવું બંધારણ રચાયું બંધારણનો અમલ યુવાનો કરે તેવી અપીલ
બનાસકાંઠા જિલ્લામાં ઠાકોર સમાજ દ્વારા બનાવવામાં આવેલા નવા બંધારણમાં ઠાકોર સમાજના યુવાનો પણ હવે મોટી સંખ્યામાં જોડાઈ રહ્યા છે. ખાસ કરીને હાલમાં ધીરે-ધીરે બનાસકાંઠા જિલ્લાના ઠાકોર સમાજમાં કુરિવાજો દૂર થઇ રહ્યા છે, યુવાનો શિક્ષણ અને અન્ય ક્ષેત્રે પ્રગતિ કરી રહ્યા છે, ત્યારે આવનારા સમયમાં ઠાકોર સમાજને આગળ લઈ જવા માટે હવે યુવાનો પણ લોકોને જાગૃત કરી રહ્યા છે. ત્યારે હાલમાં જ ઠાકોર સમાજ દ્વારા બનાવવામાં આવેલા નવા બંધારણમાં યુવાનો જોડાયા છે. સાથે જ વધુને વધુ લોકો આ બંધારણનું પાલન કરે તે માટે ઠાકોર સમાજના તમામ યુવાનોને અપીલ કરી હતી.
બનાસકાંઠા જિલ્લાના ચોવીસ ગામ ઠાકોર સમાજનું નવું બંધારણ રચાયું - ઠાકોર સમાજના બંધારણના નિયમો
- લગ્ન પ્રસંગે ડી. જે.વગાડવા રૂપિયા 2100નું દાન આપવું પડશે. લગ્ન પ્રસંગમાં ડી.જે. વગાડવા માટે વર અને કન્યા પક્ષે સમાજને પહેલા રૂપિયા 2100નું દાન આપવું પડશે. જાનમાં ડી.જે. લઇ જવાશે નહી.
- લગ્નમાં ઓઢમણા-વાસણ પ્રથા બંધ કરી રોકડમાં વ્યવહાર કરવાનો રહેશે
- વ્યસન કરનારાને રૂપિયા 5000નો દંડ અને કોઇ શખ્સ વ્યસન કરી પરિવારને હેરાન કરે, તો તેની પાસેથી રૂપિયા 5000નો દંડ વસુલ કરવામાં આવશે અને તે સમાજનો ગુનેગાર ગણાશે.
- સમાજની યુવતી બીજા સમાજમાં લગ્ન ( પ્રેમ લગ્ન )કરે તો તેના પરિવારને 5 લાખનો દંડ
- દાનની રકમ શિક્ષણ પાછળ ખર્ચ કરાશે. સમાજના નિયમોનું પાલન નહીં કરનારા વ્યકિતઓ પાસેથી જે પણ દાન લેવામાં અવશે. તે રકમ સમાજના બાળકોના શિક્ષણ પાછળ ખર્ચ કરવામાં આવશે.