ગુજરાત

gujarat

ETV Bharat / state

કાંકરેજ પાસે પુલ ધરાશાઈનો વિડીયો વાયરલ, લોકો તર્કવિતર્કમાં ગૂંચવાયા - Umri Kamboi bridge collapse Video viral

બનાસકાંઠાના કાંકરેજ પાસે એક પુલ ધરાશાઈ (Banaskantha bridge collapse) થયો હોય તેવો વિડીયો વાયરલ થયો છે. આ પુલ ધરાશાઈના વિડીયોને લઈને લોકો લોકો તર્કવિતર્કની વાતો વાગોળી રહ્યા છે. ત્યારે ETV Bharat સમગ્ર મામલે તપાસ કરતા કઈંક અલગ જાણવા મળ્યું છે. (bridge collapse Umri Kamboi)

કાંકરેજ પાસે પુલ ધરાશાઈનો વિડીયો વાયરલ, લોકો તર્ક વિતર્કમાં ગૂંચવાયા
કાંકરેજ પાસે પુલ ધરાશાઈનો વિડીયો વાયરલ, લોકો તર્ક વિતર્કમાં ગૂંચવાયા

By

Published : Dec 16, 2022, 7:59 PM IST

Updated : Dec 16, 2022, 8:29 PM IST

બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ પાસે આવેલ ઉમરી કંબોઈ વચ્ચે પુલ ધરાશાઈનો વિડીયો વાયરલ

બનાસકાંઠા :જિલ્લાના કાંકરેજ પાસે આવેલો ઉમરી કંબોઈ વચ્ચે પુલ પડતા વિડીયો (Kankerage Bridge Collapse Video) વાયરલ થયો છે. કેટલીક વાર એવી ઘટનાઓ બનતી હોય છે કે જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વધુમાં વધુ વાયરલ થતો હોય છે. આજના આ સોશિયલ મીડિયાના જમાનામાં અનેક વિડિયો વાયરલ થતા લોકોમાં અવનવા તર્ક સર્જાતા હોય છે, ત્યારે આવી જ એક ઘટના બનાસકાંઠા જિલ્લામાં બનવા પામી હતી. જેમાં બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના ઉમરી કંબોઈ વચ્ચે છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં પુલ હતો.(bridge collapse Umri Kamboi)

આ પણ વાંચોમોરબી કોંગ્રેસ દ્વારા સરકાર પર આક્ષેપ સાથે પદાધિકારીઓ અધિકારીઓ વિશે કરી મહત્ત્વની વાત

શુું છે સમગ્ર મામલો જેનું રીપેરીંગ કામ કરવાનું હોય સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા તે પૂલને નીચે ઉતારવા માટેની કામગીરી કરવામાં આવી રહી હતી જે દરમિયાન GCB મશીન દ્વારા પુલને નીચે ઉતારતા સમયે સ્થાનિક લોકોએ તેનો વિડીયો બનાવ્યો હતો જે વિડીયો હાલ સોશિયલ મીડિયામાં અનેક ઘણો વાયરલ થઈ રહ્યો છે.લોકોમાં અવનવા તર્ક વિતર્ક જોવા મળી રહ્યા છે ખાસ કરીને વિડીયો વાયરલ થતા લોકોમાં આ પુલ નીચે પડી ગયો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. જેના કારણે હાલ આ વિડીયો વધુમાં વધુ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે પરંતુ ETV Bharatની ટીમ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, આ પુલ છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં હતો. (Banaskantha bridge collapse)

આ પણ વાંચોETV Bharatના અહેવાલના પગલે તંત્ર જાગ્યું, કૃષ્ણગરને જોડતો લાકડાનો પુલ તોડી પડાયો

સત્ય ઘટના જેના કારણે વહીવટી તંત્ર દ્વારા આ પુલને નવો બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જે જૂનો પુલ નીચે પાડવાનો હતો જે કામગીરી દરમિયાન GCB મશીન દ્વારા આ પુલને નીચે ઉતારવામાં આવી રહ્યો હતો. તે દરમિયાન અહીંથી પસાર થતા સ્થાનિક લોકોએ તેનો વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. જે વિડિયો હાલ લોકો જોતા લોકોમાં અનેક તર્ક વિતર્ક જોવા મળી રહ્યા છે, પરંતુ સત્યતા એ છે કે કોઈ જ પ્રકારે પૂલ નીચે ધરાસાઈ થયો નથી અને કોઈ જ મોટી જાનહાની પણ સર્જાઈ નથી. (Umri Kamboi bridge collapse Video viral)

Last Updated : Dec 16, 2022, 8:29 PM IST

ABOUT THE AUTHOR

...view details