- નવરાત્રી મહોત્સવને આડે હવે ગણતરીના કલાકો બાકી રહ્યા
- અંબાજી મંદિર ખાતે બીજા વર્ષે પણ નવરાત્રી ગરબા મહોત્સવ નહી મનાવાય
- માં અંબેનો ચાચર ચોક ખૈલેયાઓ વગર સુમસાન જોવા મળશે
બનાસકાંઠા: હાલમાં કોરોનાની મહામારીના કારણે સરકારની નવી ગાઈડલાઈન પ્રમાણે અંબાજીમાં ચાચર ચોકમાં ગરબા રમી નહી શકાય. આગામી તારીખ 7 ઓક્ટોબરના ગુરુવારથી મા અંબેનો ચાચર ચોક ખૈલેયાઓ વગર સુમસાન જોવા મળશે પણ દર્શનાર્થીઓ માટે મંદિર ખુલ્લુ જ રહેશે. જેથી શ્રદ્ધાળુઓ નવરાત્રીના દિવસોમાં માતાજીના દર્શનનો લાભ લઈ શકશે. તા. 7 ઓક્ટોબરને ગુરુવારે નવરાત્રીના પ્રથમ દિવસેથી જ મંદિરમાં ઘટ સ્થાપના પણ કરાશે. નવરાત્રી દરમિયાન યાત્રીકોને સરળતાથી દર્શન થઈ શકે તેમાટે દર્શન આરતીના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: સુરત મનપાનો મહત્વનો નિર્ણય, ક્લસ્ટર જાહેર કરવામાં આવેલા વિસ્તારોમાં નહીં યોજાય નવરાત્રી
નવરાત્રીના પ્રથમ દિવસે નીજ મંદિરમાં ઘટ સ્થાપના કરાશે