બનાસકાંઠા:ભારત દેશની જો કલ્પના કરીએ તો ગામડા વગરના થઈ શકે. ભારતનું હૃદય એટલે ગામ ત્યારે ગામડાઓનો વિકાસ થાય તો જ ભારત દેશનો વિકાસ થાય તે ચોક્કસ છે. ત્યારે આ ગામડાઓ સમૃધ્ધ કઈ રીતે થાય તે માટે સરકાર પણ પ્રયત્નો કરી રહી છે. વર્ષો પહેલા ગામડાઓની પરંપરા અલગ હતી. પરંતુ સમય જતાં ગામડાઓમાં પણ આધુનિકતા (Natural farming in Banaskantha)આવી રહી છે. લોકો ગામડાઓમાંથી શહેરો તરફ વળ્યા ત્યારે ગામડાઓમાં જૂની પરંપરા બદલાતી ગઈ. પહેલા જે ખેતી કરવામાં આવતી હતી તે સંપૂર્ણપ્રાકૃતિક ખેતી હતી. પરંતુ ધીરે ધીરે છેલ્લા કેટલાક વર્ષોથી રાસાયણિક ખાતર તેમજ અન્ય દવાઓના છંટકાવ દ્વારા ખેતી કરવામાં આવતા લોકો અનેક રોગોના(Natural farming in Gujarat ) શિકાર બનતા જોવા મળી રહ્યા છે.
ગુજરાતમાં પહેલું ગામ હશે
પાલનપુર તાલુકાના માનપુર ગામે રહેતા હરેશભાઈ ચૌધરીએ (Natural farming of the youth of Palanpur )આજથી 10 વર્ષ પહેલાં પ્રકૃતિક ખેતીની શરૂઆત કરી હતી. જેમાં તેમને દેશી ગાયના છાણ ગૌ, મૂત્ર દ્વારા આ પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી હતી. જોકે સમગ્ર ગામના ખેડૂતો પાકૃત્તીક ખેતી કરતા થાય તે માટે પણ બીડું ઝડપ્યું. હરેશભાઈએ પર્યાવરણ થકી ગ્રામ વિકાસ મુદ્દે ગામમાં તેમજ ગામમાં ખેતી કરતા ખેડૂતોમાં જાગૃકતા લાવી પ્રકૃતિક ખેતી(What is natural farming ) કઈ રીતે કરી શકાય તેની સમજણ આપવા સહિત પોતાના ખેતરમાં બીજા ખેડૂતોનેબોલાવી પ્રેક્ટીકલ સમજણ આપવાનું શરૂ કર્યું. જેના થકી આજે માનપુર ગામે મોટા ભાગના ખેડૂતો પાકૃતીક ખેતી તરફ વળ્યા છે. હરેશ ભાઈનું કહેવું છે કે 2025 સુધી સંપૂર્ણ માનપુર ગામ ઓર્ગેનિક ગામ બની જશે જે ગુજરાતમાં પહેલું ગામ હશે તેવા અમારા પ્રયાસો છે.
ગામમાં પ્રાકૃતિક ખેતીની જાગૃતિ
માનપુર ગામે પ્રાકૃતિક ખેતીને લઈને ખેડૂતોમાં જાગૃતિ આવી છે. દસ વર્ષ પહેલા ગામના યુવાન હરેશભાઈ ચૌધરી એ જે શરૂઆત કરી હતી પ્રાકૃતિક ખેતીની ત્યારબાદ હવે તેમના અથાગ પ્રયત્નો થકી આ ગામના ખેડૂતો પણ હવે પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. હરેશ ભાઈ ચૌધરીનું કહેવું છે કે મનુષ્યને જે પ્રમાણે હવા પાણી તેમજ ખોરાકની મહત્વની જરૂરિયાત જીવનમાં હોય છે તે રીતે એક સારો ખોરાક સારી હવા મળી રહે તે માટે પણ આ સમગ્ર પ્રાકૃતિક ખેતી એક મહત્વનો ભાગ ભજવે છે. પ્રાકૃતિક ખેતી દેશી ગાયના છાણ તેમજ ગૌ મૂત્ર થકી કરવામાં આવે છે. ગાય માતાને પોતાના ખેતરમાં રાખી તેના છાણ ગૌ, મૂત્ર, છાછ સહિત લીમડાના પાનનો ઉપયોગ કરી અલગ પ્રકારના ખાતર બનાવી તેને જમીનમાં નાખી પાકનું વાવેતર કરી રહ્યા છે.
પ્રાકૃતિક ખેતી
રાસાયણિક ખાતર તેમજ દવાઓ નાખ્યા વગર પાકો લઈ શકાય છે. જેનાથી આવનારા ભવિષ્ય બાળકો માટે પણ એક મહત્વનો ખોરાક ગણી શકાય તે રીતનું આ પ્રાકૃતિક ખેતી થકી કામ થાય છે .જે પ્રમાણે રાસાયણિક ખાતર તેમજ કેમિકલ દવાઓ દ્વારા ખેતી કરવામાં આવતી હોય છે. આ ખેતીને લઈને અનેક રોગોનો લોકો ભોગ બન્યા હોવાના કિસ્સા પણ સામે આવ્યા હોવાના અહેવાલ છે. પ્રાકૃતિક ખેતીને લઈને હાલ જ્યારે દેશના વડાપ્રધાન તેમજ રાજ્યની સરકારો પણ પ્રયત્નો કરી રહી છે. ત્યારે ખેડૂતોએ પણ આ પ્રાકૃતિક ખેતી એક દેશી ગાય આધારિત એટલે કે દરેક ઘર આગળ ખેતરમાં દેશી ગાય અને તે થકી જો ખેતી કરવામાં આવે તો ભારત વર્ષના જે ગામડાઓ છે જે જૂની પરંપરા મુજબના જે ગામડાઓ હતા તે ફરીથી એકવાર એ જ ગામડાઓ જોવા મળી શકે તેવું આ પ્રાકૃતિક ખેતી તરફથી લાગી રહ્યું છે.