ગુજરાત

gujarat

ETV Bharat / state

Naresh Patel in Palanpur : ખોડલધામ પ્રમુખ પાટોત્સવના આમંત્રણ આપવા બનાસકાંઠા જિલ્લાના ગઢ ગામે પહોચ્યાં

ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ આજે બનાસકાંઠાના ગઢ ગામે (Naresh Patel in Palanpur) પહોંચ્યા હતાં, જ્યાં નરેશ પટેલનું ભવ્ય સ્વાગત કરાયું હતું. જોકે બાદમાં સભામાં પાટીદારોને પાટોત્સવનું (Khodaldham Patotsav 2021 ) આમંત્રણ આપ્યું હતું.

Naresh Patel in Palanpur : બનાસકાંઠા જિલ્લાના ગઢ ગામે ખોડલધામના પ્રમુખ, સરકાર વિશે બોલવાથી બચ્યાં
Naresh Patel in Palanpur : બનાસકાંઠા જિલ્લાના ગઢ ગામે ખોડલધામના પ્રમુખ, સરકાર વિશે બોલવાથી બચ્યાં

By

Published : Dec 18, 2021, 6:14 PM IST

પાલનપુરઃ ખોડલધામના પ્રમુખ અને પાટીદાર આગેવાન નરેશ પટેલ હાલ ગુજરાતમાં ગામડાઓ અને શહેરોમાં પાટોત્સવના (Khodaldham Patotsav 2021 ) આમંત્રણ આપવા ફરી રહ્યા છે. જેને લઇને આજે ખોડલધામના પ્રમુખ બનાસકાંઠાના ગઢ ગામે નરેશ પટેલનું આગમન (Naresh Patel in Palanpur) થયું હતું. નરેશ પટેલના આગમનના પગલે જિલ્લાભરના પાટીદાર સમાજ દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતું. ખોડલધામથી નીકળેલા નરેશ પટેલ બનાસકાંઠા જિલ્લાના ગઢ ગામે પહોંચતા પહેલા ઠેરઠેર પાટીદાર સમાજ દ્વારા તેમનું ફુલહાર તેમજ શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. આગામી સમયમાં ખોડલધામ ખાતે યોજાનાર પાટોત્સવના પગલે આજે પાટીદાર સમાજમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

Khodaldham Patotsav 2021 માટે નરેશ પટેલ આમંત્રણ આપવા આવ્યાં હતાં

આ પણ વાંચોઃ Headclark Paperleak scandal: પેપર લિકમાં થવી જોઈએ કડક તપાસ: નરેશ પટેલ ખોડલધામ પ્રમુખ

ગઢ ગામે પાટીદાર સમાજની સભા યોજાઈ

બનાસકાંઠા જિલ્લામાંથી પાટીદાર સમાજના લોકો દ્વારા ગઢ ગામે સભાનું આયોજન કર્યું હતું. આ સભામાં જિલ્લાભરના પાટીદાર સમાજના આગેવાનોએ નરેશ પટેલનું (Naresh Patel in Palanpur) સ્વાગત કર્યું હતું. આગામી સમયમાં ખોડલધામ ખાતે યોજાનાર પાટોત્સવમાં નરેશ પટેલે પાટીદાર સમાજના લોકોને પધારવા સમગ્ર જિલ્લાને આમંત્રણ (Khodaldham Patotsav 2021 ) આપ્યું હતું. નરેશ પટેલના આગમનને લઈને પાટીદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. નરેશ પટેલ સાથે પાલનપુર કોંગ્રેસના ધારાસભ્ય મહેશ પટેલ, પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ સહિત પાટીદાર આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.

આ પણ વાંચોઃ Khodal Dham Patotsav: પાટણ વાસીઓને ખોડલ ધામ પાટોત્સવમાં સહભાગી થવા નરેશ પટેલનુ આમંત્રણ

પેપર લીક મામલે નરેશ પટેલનું નિવેદન

આજે ખોડલધામના પાટોત્સવ (Khodaldham Patotsav 2021 ) પ્રસંગે આમંત્રણ આપવા પહોંચેલા (Naresh Patel in Palanpur) ખોડલધામના પ્રમુખ નરેશ પટેલે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે પાટોત્સવના (Khodaldham Patotsav 2021 ) આમંત્રણ માટે આજે ગઢ આવવાનું થયું છે. પૂછવામાં આવતાં પેપર લીક બાબતને દુઃખદ ગણાવી કસૂરવાર સામે કાર્યવાહી થવી ( Naresh Patel reaction On Paper Leak) જોઈએ એમ કહ્યું એ સાથે જ ભુપેન્દ્ર પટેલની સરકાર વિષે પૂછતાં નરેશ પટેલે રાજકીય મામલે બોલવાનો ઇનકાર કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details