- બનાસકાંઠા જિલ્લામાં નેતાની સીડી વાયરલ કરવાની ચીમકી
- સાંસદ પરબતભાઇ પટેલના છોકરી સાથેના ફોટા થયા વાયરલ
- બનાસકાંઠા જિલ્લા સાંસદ પરબતભાઈ પટેલ આપ્યો પોતાનો ખુલાસો
બનાસકાંઠા: છેલ્લા એક અઠવાડિયાથી સાંસદ પરબત પટેલના એક યુવતી સાથેના ફોટા વાયરલ થતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. જોકે, આજે ડીસામાં એલિવેટેડ બ્રિજના ઉદ્ઘાટન પ્રસંગે આ વાયરલ થયેલા ફોટા મામલે સાંસદ પરબત પટેલ નખશિખ પ્રામાણિક હોવાનું જણાવ્યું હતું.
એક નેતાનો યુવતી સાથેનો ફોટો વાયરલ
થરાદ તાલુકાના ભાચર ગામે રહેતા એક ખેડૂતે નેતાની અશ્લીલ સીડી વાયરલ કરવાની સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતા જ ખળભળાટ મચી ગયો છે. ભાચર ગામે રહેતા માધાભાઈ પટેલ નામના ખેડૂતે તેમના ફેસબુક એકાઉન્ટ પર એક પોસ્ટ વાયરલ કરી છે. જેમાં સફેદ ઝભ્ભા લેંઘો પહેરેલો એક નેતાનો યુવતી સાથેનો ફોટો વાયરલ કર્યો છે. જ્યારે 15 મી ઓગસ્ટના રોજ 12:39 કલાકે આ નેતાની આખો અશ્લીલ વીડિયો વાયરલ કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. આજે વહેલી સવારે માધાભાઈ પટેલે કરેલી આ પોસ્ટથી જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે. જોકે, આ પોસ્ટમાં દેખાતો નેતા કોણ છે ક્યાંનો છે, કયા પક્ષનો છે તે અંગે સ્પષ્ટીકરણ કરાયું નથી, પરંતુ અત્યારે આ પોસ્ટને લઈને બનાસકાંઠા જિલ્લામાં રાજકીય ખળભળાટ મચી જવા ગયો છે.
બે દિવસથી સાંસદના ફોટા વાયરલ