રાજ્ય સભાના સાંસદ બન્યા બાદ જુગલજી ઠાકોરે સૌ પ્રથમ વખત અંબાના દર્શનાર્થે પહોંચ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, તેઓ સાંસદ બન્યા બાદ સૌપ્રથમ અંબાજીના પાણીનો વિકટ પ્રશ્ન હાલ થાય અને ઘેર ઘેર પાણી પહોંચે તેવા પ્રયાસો સાથે તેઓએ અંબાજીને રેલવે લાઇન સાથે જોડવાનું પ્લાનિંગ પણ હાથ ધરાયું હોવાનું જણાવ્યું હતું.
ચૂંટણી જીત્યા બાદ સાંસદ જુગલજી ઠાકોરે યાત્રાધામ અંબાજીની મુલાકાત લીધી
અંબાજી : ગુજરાત રાજ્ય સભાના નવા ચૂંટાયેલા સાંસદ જુગલજી ઠાકોર પોતાના પરીવાર અને મિત્રો સાથે યાત્રાધામ અંબાજીની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં તેમણે માં અંબાના નીજ મંદિરમાં મા અંબાના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. જુગલજી ઠાકોરે માતાજીની ગાદી ઉપર ભટ્ટજી મહારાજના આશીર્વાદ લઇ રક્ષા પોટલી બંધાવી હતી.
ઉત્તર ગુજરાતના કોઈ ચાર જિલ્લામાંથી એક જિલ્લામાં પસંદ કરીને અંબાજીને હવાઇ માર્ગ સાથે જોડવાની તેમજ અંબાજીના નજીક સ્થળે ડોમેસ્ટિક અથવા ઇન્ટરનેશનલ એરપોર્ટ બને તેવી પણ જોગવાઈ હાલમાં ચાલી રહી છે. આ સાથે તેમને અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાશે કે કેમ તેવા પ્રશ્નના તે તેમને જણાવ્યું હતું કે, અલ્પેશ ઠાકોર ઈચ્છા ધરાવતા હોય તો અમારા દરવાજા સદાય માટે ખુલ્લા છે.જુગલજી ઠાકોરનું અંબાજી સહીત દાંતાનાં વિવિધ ઠાકોર સમાજનાં સંગઠનો દ્વારા સાફો પહેરાવી સાલ ઓઢાડી અને તલવાર ભેટ અર્પણ કરી તેમનું ઉષ્માભર્યુ સ્વાગત કર્યુ હતુ.