ફિલ્મ‘પદ્માવતી’ના વિરોદ્ધ બાબતે ફરિયાદો પાછી ખેંચવા સરકારને કરણીસેનાની હાંકલ - palanpur
પાલનપુરઃ નોંધનીય છે કે, દેશમાં લોકસભા 2019ની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. આ સાથે જ દેશના તમામ રાજકીય પક્ષો જીત મેળવી સત્તા પામવાની તૈયારીઓમાં લાગી ગયા છે. ત્યારે સામાન્ય રીતે ભાજપને સાથ આપનાર રાજપુત કરણીસેનાએ આ વખતે લોકસભા 2019ની ચૂંટણીમાં ભાજપ સામે બાયો ચડાવી છે. આ અંતર્ગત બનાસકાંઠાના ઉમરીમાં દરબાર ગઢના ઉદ્ધાટન પ્રસંગે કરણીસેના દ્વારા ભાજપ સામે વિરોદ્ધ દર્શાવવામાં આવ્યો હતો.
સુખદેવસિંહ ગોગામેડી
નોંધનયી છે કે, બોલિવુડની ઐતિહાસિક ફિલ્મ‘પદ્માવતી’ના વિરોદ્ધ બાબતે કરણીસેનાના કાર્યકરો પર કરવામાં આવેલ ફરિયાદો પાછી ખેંચવા કરણીસેનાના અધ્યક્ષ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે. સાથે જે તેમણે જણાવ્યું હતું કે, ‘2019 લોકસભા ચૂંટણી પહેલા ભાજપ સરકાર કરણીસેનાની માંગ નહીં સ્વીકારે તો ક્ષત્રિય સમાજ તેમનો બહિષ્કાર કરી શકે છે.’