ગુજરાત

gujarat

ETV Bharat / state

પાલનપુરના સાસમ ગામમાં પાણી ની ટાંકીમાં ડૂબી જતાં માતા-પુત્રનું મોત - બનાસકાંઠા

બનાસકાંઠા: પાલનપુરમાં પાણીની ટાંકીમાં માતા અને પુત્ર ડૂબી જતાં તેમનું મોત થયું છે. પરંતુ ઘટનામાં મૃતક મહિલાના પિયરીયાઓ દ્વારા બંનેની હત્યા કરી હોવાના આક્ષેપ કરી ફરિયાદ નોંધાવતા ચકચાર મચી છે. પોલીસે આ અંગે મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

mother-son-dies-after-drowning-in-water-tank-in-palanpur

By

Published : Aug 6, 2019, 4:43 AM IST

બનાસકાંઠામાં પાલનપુર પાસે આવેલ સાસમ ગામમાં એક રહેણાંક મકાનમાં પાણીની ટાંકીમાં ડૂબી જતાં માતા અને બાળકનું કરુણ મોત થયું હોવાની ઘટના સામે આવી છે. જેમાં સાસમ ગામમાં રહેતા નયનાબેન રાજુજી ઠાકોરનો બે વર્ષનું બાળક આર્યન રમતા-રમતા પાણીની ટાંકી પડી ગયો હતો. આ ઘટનાની જાણ થતાં ડૂબતા પુત્રને બચાવવા માટે તેની માતા પણ પાણીની ટાંકીમાં કૂદી પડી હતી. પરંતુ બાળકને બચાવવા જતા માતા અને બાળક બંને ડૂબી જતા મોત નીપજ્યું હતું.

પાલનપુરના સાસમ ગામમાં પાણી ની ટાંકીમાં ડૂબી જતાં માતા-પુત્રનું મોત

આ બનાવની જાણ થતાં જ તેના પતિ સહિત આજુબાજુના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને બંને મૃતકોની લાશને બહાર કાઢી હતી. આ મામલે મૃતક મહિલાના પિયારીયાઓએ મહિલા અને બાળકની હત્યા કરાઇ હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતા. જોકે આ મામલે હાલમાં ગઢ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details