ગુજરાત

gujarat

ETV Bharat / state

થરાદમાં માતાએ તેના પ્રેમી સાથે મળી પોતાના બાળકને મોતને ઘાટ ઉતાર્યું - બનાસકાંઠા

બનાસકાંઠાના થરાદમાં ફરી એકવાર માનવતાને શર્મસાર કરે એવી ઘટના સામે આવી છે, જેમાં એક પરણિત મહિલાએ તેને પ્રેમી સાથે નાસી ગયા બાદ તેનો દોઢ વરસનું રડતું બાળક અડચણરૂપ બનતા તેનું ગળું દબાવી હત્યા કરી હોવાની ઘટના બની છે. બનાવને પગલે થરાદ પોલીસે હત્યારી માતા સહિત તેના પ્રેમીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

થરાદમાં માતાએ તેના પ્રેમી સાથે મળી પોતાના બાળકને મોતને ઘાટ ઉતાર્યું
થરાદમાં માતાએ તેના પ્રેમી સાથે મળી પોતાના બાળકને મોતને ઘાટ ઉતાર્યું

By

Published : Oct 31, 2020, 4:14 AM IST

  • થરાદમાં માનવતા શર્મસાર કરે એવી ઘટના આવી સામે
  • પરિણીતાએ તેના પ્રેમી સાથે મળીને પોતાના દોઢ વર્ષના પુત્રનું ગળું દબાવીને હત્યા કરી
  • પોલીસે હત્યારી માતા અને તેના પ્રેમીની અટકાયત કરી

બનાસકાંઠાઃ જિલ્લાના થરાદ તાલુકાના બુકણા ગામના વતની ભરતભાઈની પત્ની બહાને બહાર જઈ તેના પ્રેમી ઉદા માજીરાણાના બાઇક પર બેસીને નાસી ગઈ હતી. તેના પ્રેમી સાથે નાસી ગયા બાદ તેમનો પુત્ર રવિ ઉર્ફે સંદીપ વારંવાર રડ રડ કરતો હતો અને આજુબાજુના લોકોને ખબર ના પડી જાય તે માટે અડચણરૂપ બનતા દોઢ વર્ષના બાળકનું મોઢું દબાવ્યું હતું, જ્યારે તેના પ્રેમીએ પણ તેમાં તેનો સાથ આપ્યો હતો.

ભરત ઠાકોરના લગ્ન સમાજના રીતરિવાજ મુજબ થયા હતા

થરાદ તાલુકાના ચારડા ગામે રહેતા ભરત ઠાકોરના લગ્ન સમાજના રીતરિવાજ મુજબ પીરગઢ ગામે રહેતી મંજુલા ઠાકોર સાથે થયા હતા. બે દિવસ અગાઉ ભરત તેની પત્ની અને દોઢ વર્ષનો પુત્ર રવિ માતાજીના નિવેદ કરવા તેમના વતન બુકણાગામ ગયા હતા.

થરાદમાં માતાએ તેના પ્રેમી સાથે મળી પોતાના બાળકને મોતને ઘાટ ઉતાર્યું

મોડી સાંજે પ્રેમી સાથે ભાગી ગઈ હતી

મોડી સાંજે પરત પોતાના વતન બુકણા આવ્યા બાદ બહાનું કાઢી તેના પ્રેમી ઉદા માજીરાણાના બાઈક પર બેસીને ત્યાંથી નાસી ગઈ હતી, તે સમયે ભરત ઠાકોર બૂમાબૂમ કરી હતી. પરંતુ ત્યાં સુધીમાં તો તેની પત્ની પ્રેમીના બાઇક પર બેસીને નાસી ગઈ હતી.

અડચણરૂપ બનતા બાળકનું મોઢું દબાવ્યું હતું

ભરતભાઈ અને તેમના પરિવારજનોએ સતત બે દિવસ સુધી તેની શોધખોળ કરી હતી, તેઓ પીરગઢ ગામે તેમની સાસરીમાં હતા તે સમયે કેટલાક આગેવાનો તેમની પત્ની અને મૃત બાળકને મુકવા માટે આવ્યા હતા, બાળકના મૃત્યુ અંગે પૂછતા તેની પત્ની મંજુલા તેના પ્રેમીના ઘરમાં હતી તે સમયે રવિ વારંમવાર રડ-રડ કરતો હતો અને આજુબાજુના લોકોને ખબર ના પડી જાય તે માટે અડચણરૂપ બનતા બાળકનું મોઢું દબાવ્યું હતું જ્યારે તેના પ્રેમીએ તેની ગળું દબાવીને બંનેએ આ બાળકનું હત્યા કરી હતી, જે અંગે ભરતભાઈએ ફરિયાદ નોંધાવતા થરાદ પોલીસે તેની પત્ની મંજુલા અને તેનો પ્રેમી ઉદા અમીસંગભાઈ માજીરાણા સામે હત્યાનો ગુનો નોંધી બંનેની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details