ગુજરાત

gujarat

ETV Bharat / state

બનાસકાંઠાના ડીસામાં ડોક્ટરની બેદરકારીથી માતા અને બાળકનું મોત - બનાસકાંઠા સમાચાર

બનાસકાંઠાઃ જિલ્લાના ડીસામાં પ્રસુતિ સમય પ્રેગનેટ મહિલાનું મોત થયું હોવાની ઘટના સામે આવી છે. જેમાં ડોકટરની બેદરકારીના કારણે બાળક સહિત મહિલાનું મોત થયું હોવાના પરિવારજનોએ આક્ષેપ કરી હંગામો મચાવ્યો હતો. જેને પગલે પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.

etv bharat
ડીસા

By

Published : Jan 5, 2020, 8:59 PM IST

પ્રસૂતા મહિલાની હાલત ખુબ જ નાજુક હોવાના કારણે તેમના પરિવારજનોએ કોઈપણ રીતે મહિલાને બચાવવા માટે વિનંતી કરી હતી, મૃતકના સગાના જણાવ્યા અનુસાર તે સમયે ડોક્ટર સી.કે પટેલે મહિલાને સિઝેરિયન કરવાની સલાહ આપી હતી. જો કે, તેમના પરિવારજનોએ કોઈપણ રીતે પ્રસૂતા મહિલાને બચાવવા જણાવ્યું હતું.

બનાસકાંઠાના ડીસામાં ડોક્ટરની બેદરકારીથી માતા અને બાળકનું મોત

ડૉ.સી.કે પટેલે બેદરકારી દાખવી પ્રસૂતા મહિલાને પોતે ડિલિવરી કરાવવાના બદલે લેબર રૂમમાં રેશમાબેન અને ક્રિષ્નાબેન નામની નર્સના ભરોષે પ્રસૂતાને છોડી જતા રહ્યા હતા અને ડોકટરે બેદરકારી દાખવી હાજર ન રહેતા અને નર્સના ભરોષે પ્રસૂતા મહિલાને છોડી દેતા આખરે કિરણબેનનું બાળક સાથે મોત નીપજ્યું હતું. બે સંતાનની માતાનું હોસ્પિટલમાં મોત થાત તમને પરિવારજનો પર આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઇ હતી.

ABOUT THE AUTHOR

...view details