યાત્રાધામ અંબાજીમાં અંબાજી મંદિરે દર્શન કરવા આવતા યાત્રિક અચૂક માતાજીના પ્રસાદ સ્વરૂપે મહોનથાળના પેકેટ સાથે લઈ જતા હોય છે. આ પ્રસાદમાં ખાંડ, ઘી, ચણાનો લોટ મિક્ષ કરીને મોહનથાળનો પ્રસાદ બનાવાતો હોય છે. વર્ષોથી આ પ્રસાદનો સ્વાદ પણ એક સરખો જ જોવા મળતો હોય છે. આ પ્રસાદના વિતરણની વ્યવસ્થા મંદિર ટ્રસ્ટ વર્ષે રૂપીયા 4 કરોડ જેટલી ખોટ ખાઈને કરતું હતું. પરંતુ હવે મંદિરે ટ્રસ્ટે પ્રસાદના ભાવમાં 50 ટકા જેટલો વધારો કર્યો છે. જેથી 80 ગ્રામનું પેકેટ 10 રૂપિયામાં અપાતું હતું. તેના હવે રૂપિયા 15 કરી દેવાયા છે. પ્રસાદની કાચી સામગ્રીના ભાવમાં વધારો થતાં ટ્રસ્ટને પણ પ્રસાદના ભાવમાં વધારો કરવાની ફરજ પડી છે.
અંબાજી મંદિરમાં મોહનથાળના પ્રસાદમાં ભાવ વધારો, 80 ગ્રામના પેકેટમાં 50 ટકા વધારો
બનાસકાંઠા: અંબાજી મંદિરમાં મોહનથાળના પ્રસાદમાં ટ્રસ્ટ દ્વારા ભાવ વધારો કરવામાં આવ્યો છે. જેથી નાના 80 ગ્રામના પેકેટ ઉપર રૂપિયા 5નો એટલે કે, 50 ટકાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે.
ભાવવધારાને લઈ શ્રદ્ધાળુઓમાં કોઈ વિપરીત અસર જોવા નથી મળી રહી નથી. શ્રદ્ધાળુઓ માને છે કે, પ્રસાદના બદલે જે નાણાંનો ખર્ચ કરવો પડે છે તે મંદિરમાં જ જાય છે અને તેની સરખામણીએ શુદ્ધ પ્રસાદ મળી રહ્યો છે.
અંબાજી મંદિર ટ્રસ્ટ પ્રસાદમાં દરવર્ષે અંદાજે રૂપિયા 4 કરોડની નુકસાની કરતુ હતું. જયારે મોહનથાળનો પ્રસાદ બનાવનાર એજન્સી જી.એસ.ટી સાથે 15.07 રૂપિયાનો ભાવ મંજૂર કરાયો છે. જેમાં એજન્સી 7 પૈસાનું પેકેટ દીઠ નુકસાન વેઠીને મંદિર ટ્રસ્ટ પાસેથી રૂપિયા 15 જ લેશે. જેનાથી અંબાજી મંદિર ટ્રસ્ટને વાર્ષિક રૂપિયા 6 કરોડનો ફાયદો થશે.