ગુજરાત

gujarat

ETV Bharat / state

અમીરગઢ તાલુકાના બાલુન્દ્રા ગામે મનરેગા કૌભાંડ મામલો, પોલીસે 2 લોકોની કરી અટકાયત

બનાસકાંઠા જિલ્લામાં મનરેગા અંતર્ગત ચાલતા કામોમાં મોટાપાયે ભ્રષ્ટાચારો થતા હોવાના કૌભાંડો બહાર આવી રહ્યા છે. ત્યારે ધારાસભ્ય જીગ્નેશ મેવાણી તેમજ કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ દ્વારા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. જેથી બાલુન્દ્રા મૂકામે થયેલા ભ્રષ્ટાચારમાં 2 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

અમીરગઢ તાલુકાના બાલુન્દ્રા ગામે મનરેગા કૌભાંડ મામલો, પોલીસે 2 લોકોની કરી અટકાયત
અમીરગઢ તાલુકાના બાલુન્દ્રા ગામે મનરેગા કૌભાંડ મામલો, પોલીસે 2 લોકોની કરી અટકાયત

By

Published : Sep 6, 2020, 2:12 PM IST

બનાસકાંઠાઃ જિલ્લામાં મનરેગા કૌભાંડમાં એક બાદ એક ભ્રષ્ટાચાર સામે આવી રહ્યા છે. અમીરગઢના બાલુન્દ્રા ખાતે થયેલા મનરેગા કૌભાંડ બાદ હવે પાલનપુરના સલેમપુરામાં પણ મનરેગા કૌભાંડ સામે આવતા જિલ્લા પંચાયતના સત્તાધીશો દ્વારા પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. જ્યારે બાલુન્દ્રા મૂકામે થયેલા ભ્રષ્ટાચારમાં સરપંચ તેમજ ગ્રામસેવકની પોલીસે ધરપકડ કરી હતી.

અમીરગઢ તાલુકાના બાલુન્દ્રા ગામે મનરેગા કૌભાંડ મામલો, પોલીસે 2 લોકોની કરી અટકાયત
બનાસકાંઠા જિલ્લામાં મનરેગા અંતર્ગત ચાલતા કામોમાં મોટાપાયે ભ્રષ્ટાચાર આચરતા હોવાના આક્ષેપો ધારાસભ્ય જીગ્નેશ મેવાણી તેમજ કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે લગાવ્યા હતા. જે બાદ જિલ્લા વહીવટીતંત્ર હરકતમાં આવ્યું અને જે પણ જગ્યાએથી મનરેગામાં ભ્રષ્ટાચારની ફરિયાદ સામે આવી હતી, ત્યાં તપાસનો દોર શરૂ કર્યો હતો.

અમીરગઢના બાલુન્દ્રા ગામે લાખો રૂપિયાના મનરેગા કૌભાંડમાં પોલીસ ફરિયાદ નોંધાયા બાદ હવે પાલનપુર તાલુકાના સલેમપુરા ગામેથી પણ મનરેગા કૌભાંડ બહાર આવ્યું છે. સલેમપુરા ગામમાં જેલમાં રહેલા વ્યક્તિ તેમજ મૃતક વ્યક્તિના નામે પણ મનરેગા જોબ કાર્ડ બનાવી નાણા પચાવી પાડેલા હતા. જે મામલો તપાસમાં સામે આવતા હવે જિલ્લા વિકાસ અધિકારીએ તત્કાલીન અધિકારી તેમજ પદાધિકારીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવવા માટેની તજવીજ હાથધરી છે.

અમીરગઢ તાલુકાના બાલુન્દ્રા ગામે મનરેગા કૌભાંડ મામલો, પોલીસે 2 લોકોની કરી અટકાયત
અમીરગઢના બાલુન્દ્રા ગામે થયેલા મનરેગા ભ્રષ્ટાચારમાં પોલીસે તપાસ કરતાં સરપંચ અને તત્કાલીન ગામસેવકની ધરપકડ કરાવમા આવી હતી. ડીસાના નાયબ પોલીસ અધિક્ષક આ સમગ્ર મામલે તપાસ ચલાવી રહ્યા છે. જ્યારે અત્યાર સુધીની તપાસમાં ગામમાં નાની ઉંમરના વ્યક્તિઓ, 16 જેટલા ખોટા જોબ કાર્ડ તેમજ જે વ્યક્તિઓ ગામથી બહાર રહેતા હતા. તેવા વ્યક્તિના નામે પણ મનરેગાના નાણાં ઉધારી ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હતો. જે મામલે તત્કાલીન સરપંચ તેમજ ગ્રામસેવકની ધરપકડ કરી હતી અને જ્યારે તત્કાલિન તલાટી ફરાર થયો હતો.

ABOUT THE AUTHOR

...view details