બનાસકાંઠામાં ગુરૂવારે વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ વડગામ અને બનાસકાંઠાને ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવતા અન્યાય સામે અવાજ ઉઠાવ્યો હતો અને વિવિધ મુદ્દાઓ સાથે ગુરુવારે જીજ્ઞેશ મેવાણી તેમના સમર્થકો સાથે કલેક્ટર કચેરીના બગીચામાં ધરણા પર બેસી ગયા હતા, તેમજ સરકાર તરફથી થઇ રહેલા અન્યાય મામલે તેઓએ વિરોધ દર્શાવ્યો હતો સાથે જ વડગામમાં જી.આ.ઇ.ડી.સી બનાવી યુવાનોને રોજગારી આપવી,મુક્તેશ્વર ડેમ અને કર્માવત તળાવમાં નર્મદાનું પાણી આપવુ, જિલ્લામાં આરોગ્ય કચેરીમાં અપૂરતો સ્ટાફ તેમજ વડગામના ભલગામના પરિવારનો અકસ્માતમાં 9 લોકોના મૃત્યુ થતા તેમના પરિવારને સહાય આપવાની વાત કરી હતી.
ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ વિરોધ સાથે ધરણા પ્રદર્શન યોજયુ - Gujarati News
બનાસકાંઠાઃ બનાસકાંઠામાં ગુરુવારે ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ વડગામ અને બનાસકાંઠા જિલ્લાને થયેલા અન્યાય માટે વિરોધ પ્રદર્શન યોજીયું હતું. જેમાં તેમણે સમર્થકો સાથે ધરણા યોજી વિવિધ મુદ્દાઓ મામલે કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.
![ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ વિરોધ સાથે ધરણા પ્રદર્શન યોજયુ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3618229-thumbnail-3x2-bns.jpg)
ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ વિરોધ સાથે ધરણા પ્રદર્શન યોજયુ
ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ વિરોધ સાથે ધરણા પ્રદર્શન યોજયુ
છતાં પણ હજી સુધી સરકાર દ્વારા સહાય આપવામાં આવી નથી. આ સાથે વિવિધ 12 મુદ્દાઓ સાથે જીજ્ઞેશ મેવાણી પોતાના સમર્થકો સાથે કલેકટર કચેરીએ પહોંચ્યા હતા અને કલેક્ટરના કચેરીના બગીચામાં જ તેઓએ તેમના સમર્થકો સાથે ધરણા પર બેસી ગયા હતા. બાદમાં તેઓએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. જો તેમના પ્રશ્નોનો તાત્કાલિક ઉકેલ લાવવા રજુઆત કરી હતી.