ગુજરાત

gujarat

ETV Bharat / state

બનાસકાંઠાઃ થરાદ વિસ્તારમાં રસ્તાનું કામ ચાલુ કરવા ધારાસભ્ય ગુલાબસિંહ રાજપુતે કરી રજૂઆત - Submission to CM to start road work

બનાસકાંઠા જિલ્લામાં થરાદ તાલુકાના જેતડા અને રાહ ગામના રસ્તાનું કામ ચાલુ કરવા ધારાસભ્ય ગુલાબસિંહ રાજપુતે મુખ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રઘાનને લેખિત રજૂઆત કરી છે. રજુઆતમાં આગામી 15 દિવસમાં રસ્તાનું કામ ચાલુ કરવામાં નહીં આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

MLA Gulabsinh Rajput
થરાદ વિસ્તારમાં રસ્તાનું કામ ચાલુ કરવા ધારાસભ્ય ગુલાબસિંહ રાજપુતે રજૂઆત કરી

By

Published : Oct 4, 2020, 1:50 AM IST

બનાસકાઠાંઃ થરાદ વિસ્તારના રાહ અને જેતડા ગામના રસ્તાનું કામ ચાલુ કરવામાં આવે એવી લેખિત રજૂઆત થરાદ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપુતે મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલને કરી હતી.

થરાદ વિસ્તારમાં રસ્તાનું કામ ચાલુ કરવા ધારાસભ્ય ગુલાબસિંહ રાજપુતે રજૂઆત કરી

થરાદ મત વિસ્તારનાં MDR-2 રાહ જેતડા રોડની લંબાઇ 20.500 કી.મી કે જે રસ્તાને મજબૂત કરવા અને વાઇડિંગ માટેની કામગીરી મંજૂર થઈ હતી. જે કામ પૂરું કરવાની મુદત 2017 ના અંત સુધી હતી. જે તે સમય દરમિયાન ઇજારેદારે વાઈન્ડિંગની સામાન્ય કામગીરી કરી છોડી દીધેલી છે. ત્યારે બાદ આ રસ્તાની કામગીરી શરૂ થઈ નથી. આ રસ્તા પર આવતા 20 ગામોમાં ST બસ અને મોટા વાહનોની અવરજવર થાય છે અને લોકોને ઘણી બધી મુશ્કેલીઓ પડી રહી છે, તેમ રજૂઆતમાં જણાવ્યું હતું. વધુમાં રજૂઆતમાં જણાવ્યું કે આ રસ્તાનું કામ ચાલુ થાય તે માટે અગાઉ પણ પત્ર દ્વારા સરકારને રજૂઆત કરી છે, ઉપરાંત જિલ્લા તથા તાલુકા કક્ષાના અધિકારીઓને પણ રજૂઆત કરવામાં આવી હતી, પરંતું તેમ છંતા આજ દિન સુધી કોઈ નકર કાર્યવાહી કરવામાં આવી નથી. ત્યારે જો આગામી 15 દિવસમાં કામ ચાલુ કરવામાં નહીં આવે તો ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન છેડવાની ચીમકી ઉચ્ચારી હતી.

ABOUT THE AUTHOR

...view details