ગુજરાત

gujarat

ETV Bharat / state

થરાદના ભાચર ગામના આરોગ્ય અધિકારી દ્વારા આશાવર્કર મહિલાઓ સામે ગેરવર્તન - Tharad News

થરાદ તાલુકાના ભાચર ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર પોતાની મનમાની કરી રહ્યા છે. મન ફાવે ત્યારે આશા વર્કરોને છુટા કરી રહ્યા છે.

ભાચર ગામના આરોગ્ય અધિકારી દ્વારા આશાવર્કરો મહીલાઓ સામે ગેરવર્તન
ભાચર ગામના આરોગ્ય અધિકારી દ્વારા આશાવર્કરો મહીલાઓ સામે ગેરવર્તન

By

Published : Oct 24, 2020, 1:50 PM IST

  • ભાચર ગામના આરોગ્ય અધિકારીની મનમાની
  • પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર મનમાની
  • આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર દ્વારા આશાવર્કરો સામે ગેરવર્તન

બનાસકાંઠાઃ થરાદ તાલુકાના ભાચર ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર મનમાની કરી રહ્યા છે. આશા વર્કરોને છૂટા કરી રહ્યા છે.

આશાવર્કરો સામે ગેરવર્તન

બનાસકાંઠાના થરાદ તાલુકાના ભાચર ગામે આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર દ્વારા આશાવર્કરો સામે ગેરવર્તન કરતા હોય તેવું સામે આવી રહ્યું છે. સરકાર તરફથી આશાવર્કરોને મળતા લાભો મેડિકલ ઓફિસર પોતાની ઈચ્છા પ્રમાણે આપી રહ્યા છે. જ્યારે સરકાર તરફથી આશા વર્કરોને અમુક કીટો આપવામાં આવતી હોય છે.

ભાચર ગામના આરોગ્ય અધિકારી દ્વારા આશાવર્કરો મહીલાઓ સામે ગેરવર્તન

આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફિસરની મનમાની

જેમાં બેગ ઘડિયાળ જેવી અનેક ચીજવસ્તુઓ આશા વર્કરોને આપવા માટે આરોગ્ય કેન્દ્ર ખાતે આવતી હોય છે, ત્યારે ભાચર ગામના આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફિસર પોતાની મનમાની ચલાવી રહ્યા છે. આશા વર્કરોએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, મેડિકલ ઓફિસર દ્વારા તેમને કહેવામાં આવ્યુ હતું કે, તમે કામગીરી કરતા નથી તો તમને બેગ અને ઘડિયાળ આપવામાં આવશે નહીં આશાવર્કરો તો કામગીરી કરે છે પણ મેડિકલ ઓફિસર આરોગ્ય કેન્દ્ર પર હાજર જ હોતા નથી.

તો તમને કયાંથી દેખાઈ શકે આશાવર્કરો કામ કરે છે કે, નહીં મેડિકલ ઓફિસર પોતાની પ્રાઇવેટ મેડિકલ ખોલીને બેઠા છે અને પોતાનો સંપૂર્ણ સમય પોતાની ખાનગી મેડિકલમાં આપતા હોય છે, ત્યારે તેમને ક્યાંથી દેખાય કે આશાવર્કરો કામ કરે છે કે નથી જો તંત્ર દ્વારા તટસ્થ તપાસ કરવામાં આવે તો સંપૂર્ણ હકિકત બહાર આવશે.

ABOUT THE AUTHOR

...view details