ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજ્યપ્રધાન પુર્નેશ મોદીએ પોતાના 5 વિભાગોની, વેબસાઈટ સાથે એપ લોન્ચ કરી - એપ દશેરાથી પ્લેસ્ટોરમાં જોવા મળશે

ગઇકાલથી શારદીય નવરાત્રીનો પ્રારંભ થઇ ગયો છે. આ સમયે રાજ્યપ્રધાન પુર્નેશ મોદી વહેલી સવારે અંબાજી માતાજીની મંગળા આરતીમાં દર્શને પહોંચ્યા હતા. જ્યાં સજોડે માતાજીની પૂજા અર્ચના સહિત કપૂર આરતી કરી હતી. આ શુભ પ્રસંગે પુર્નેશ મોદીએ પોતાના 5 વિભાગની લોકો માટે એપ તથા વેબસાઈટ પણ લોન્ચ કરી હતી.

રાજ્યપ્રધાન પુર્નેશ મોદીએ પોતાના 5 વિભાગોની, વેબસાઈટ સાથે એપ લોન્ચ કરી
રાજ્યપ્રધાન પુર્નેશ મોદીએ પોતાના 5 વિભાગોની, વેબસાઈટ સાથે એપ લોન્ચ કરી

By

Published : Oct 8, 2021, 1:56 PM IST

  • નવરાત્રીના પ્રથમ દિવસે રાજ્યપ્રધાન પુર્નેશ મોદીએ 5 વિભાગોની એપ લોન્ચ કરી
  • એપ દશેરાથી પ્લેસ્ટોરમાં જોવા મળશે
  • પુર્નેશ મોદી માતાજીની મંગળા આરતીમાં દર્શને પહોંચ્યા હતા
  • માતાજીની ગાદી ઉપર ભટ્ટજી મહારાજના પણ આશીર્વાદ લીધા હતા

અંબાજી : નવરાત્રીના પ્રથમ દિવસે રાજ્યપ્રઘાન પુર્નેશ મોદીએ પોતાના 5 વિભાગોની વેબસાઈટ સાથે એપ લોન્ચ કરી હતી. પુર્નેશ મોદી વહેલી સવારે માતાજીની મંગળા આરતીમાં દર્શને પહોંચ્યા હતા. જ્યાં સજોડે માતાજીની પૂજા અર્ચના સહિત કપૂર આરતી કરી હતી. જ્યાં મંદિરના વહીવટદાર એસ.જે.ચાવડાએ શ્રીયંત્ર ભેટ અર્પણ કર્યું હતું. અને ત્યાર પછી માતાજીની ગાદી ઉપર ભટ્ટજી મહારાજના પણ આશીર્વાદ લીધા હતા. આ શુભ પ્રસંગે પુર્નેશ મોદીએ પોતાના 5 વિભાગની લોકો માટે એપ તથા વેબસાઈટ પણ લોન્ચ કરી હતી. એપ દશેરાથી પ્લેસ્ટોરમાં જોવા મળશે અને લોકો પોતાની ફરિયાદ ઘરે બેઠાજ સરકાર સુધી પહોંચાડી શકસે.

એપ દશેરાથી પ્લે સ્ટોરમાં જોવા મળશે

પુર્નેશ મોદીએ જણાવ્યું હતું કે, આ એપ દશેરાથી પ્લે સ્ટોરમાં જોવા મળશે, અને લોકો પોતાની ફરિયાદ ઘરે બેઠાજ સરકાર સુધી પહોંચાડી શક્સે. જેમાં પ્રજાનો સમય સાથે ખર્ચ પણ બચશે અને ફરિયાદ સીધી સરકાર સુધી પહોંચશે. નવરાત્રીનો પ્રારંભ થયો છે, ત્યારે સરકાર દ્વારા પણ નવરાત્રી મહોત્સવનું આયોજન કર્યું હોવાની માહિતી આપી હતી, અને નવરાત્રીના નવ દિવસ અલગ અલગ મંત્રીઓ અલગ અલગ શક્તિપીઠો ઉપર જઈ નવરાત્રી મહોત્સવની ઉજવણી કરશે. સાથે તેમણે મોદી સરકારના 20 વર્ષ પૂર્ણ થતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા હતા. અને દેશ વિશ્વસત્તા ગુરુ બને તેવી આશા વ્યક્ત કરી હતી.

આ પણ વાંચો : ડીસા પાલનપુર નેશનલ હાઇવે પર ગોઝારો અકસ્માત, વાહનોમાં આગ લાગતા 4 લોકાના મોત

આ પણ વાંચો : 19 વર્ષ જૂના રણજીત મર્ડર કેસમાં મોટો ચુકાદો, રામ રહીમ સહિત 5 આરોપી દોષી જાહેર

ABOUT THE AUTHOR

...view details