ગુજરાત

gujarat

ETV Bharat / state

ડીસાના પેછડાલ ગામે દૂધ મંડળીએ કર્યું કરોડોનું કૌભાંડ, ગ્રાહકોની રજૂઆત છતાં કોઈ કાર્યવાહી નહીં - Pachhadal village of Deesa taluka

બનાસકાંઠાઃ જિલ્લામાં ડીસા તાલુકાની પેછડાલ દૂધ મંડળીના મંત્રીએ 1 કરોડથી પણ વધુ રૂપિયાની ઉચાપત કરતા 300 જેટલા ગ્રાહકોનાં નાણા ગયા છે. જોકે આ મંડળીના ગ્રાહકોએ અનેક જગ્યાએ રજૂઆત કરી હોવા છતાં પણ હજુ સુધી કોઇ જ કાર્યવાહી ન થતા ગ્રાહકોમાં તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે.

etv bharat
ડીસા તાલુકાના પેછડાલ ગામે કરોડોનું કૌભાંડ

By

Published : Dec 1, 2019, 8:11 PM IST

ડીસા તાલુકાના પેછડાલ ગામે આવેલ હનુમાનપુરા દૂધ મંડળીના મંત્રી એક કરોડ પાંચ લાખ રૂપિયાની ઉચાપત કરી હોવાની ઘટના સામે આવી છે. આ મહિલા દૂધ મંડળીમાં 300 જેટલા ગ્રાહકો છે. આ મહિલા ગ્રાહકો દિવસ-રાત મજૂરી કરી પશુપાલન કરી દૂધ મંડળીમાં દૂધ આપે છે. તેના વાર્ષિક નફો વર્ષના અંતે ગામના ગ્રાહકોને આપવામાં આવતો હોય છે. જેમાં અહીંના 300 જેટલા ગ્રાહકોને છેલ્લા બે વર્ષનો નફો એક કરોડ પાંચ લાખ રૂપિયા જેટલો થયો છે.

ડીસા તાલુકાના પેછડાલ ગામે કરોડોનું કૌભાંડ

જોકે તે સમયના મંડળીના મંત્રી નાનજીભાઈ પટેલ ખોટા રેકડો ઉભા કરી આ નફામાંથી બનાસ દાણ ખરીદી હોવાનું ચોપડે દર્શાવ્યું હતું અને મંડળીના ઓડીટ માટે આવતા સરકારી ઓડિટ પણ મંત્રી પર રહેમ નજર રાખી ઉચાપતમા સાથ આપ્યો છે. જોકે આ અંગેની જાણ થતાં જ મંડળીના ગ્રાહકોએ જિલ્લા રજીસ્ટ્રાર, બનાસ ડેરી, જિલ્લા કલેકટર અને આગથળા પોલીસ મથકે લેખિતમાં ફરિયાદ આપી છે.

ABOUT THE AUTHOR

...view details