પ્રધાનમંત્રીની સ્કીલ ડેવલોપમેન્ટ યોજના અંતર્ગત ગ્રામીણ અને શહેરી યુવાનોને વિવિધ તાલીમ આપવા માટે કંપનીઓને CRS ગ્રાન્ટ આપવામાં આવે છે. જેનો સહારો લઈ કેટલાંક લેભાગુ તત્વો લોકોને છેતરી રહ્યાં છે. રાજસ્થાનના જયપુરમાં રહેતાં આરોપી ભૂપેન્દ્ર યાદવ અને તેની પત્ની પૂનમ યાદવે ગુજરાતમાં 13 કરોડનું કૌભાંડ આચર્યુ છે.
સ્કીલ ડેવલપમેન્ટના નામે કરોડો રૂપિયાનું કૌભાંડ આચનાર રાજસ્થાનના દંપતિ વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ - સ્કીલ ડેવલોપમેન્ટ યોજના
પાલનપુરઃ તાલુકામાં સ્કીલ ડેવલપમેન્ટના નામે કરોડો રૂપિયાનું કૌભાંડ આચનાર રાજસ્થાનના દંપતિ વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ છે. ગુજરાતમાં સ્કીલ ડેવલપમેન્ટ નામે તાલીમાર્થી દીઠ 3000 રૂપિયા ઉઘરાવીને કોર્સ બાદ 14000 પરત આપવાની બાહેંધરી આપી હતી. ચેક વટાવતાં ચેક ખોટા સાબિત થતાં 13 કરોડનું કૌભાંડ સામે આવ્યું હતું.
સ્કીલ ડેવલપમેન્ટના નામે કરોડો રૂપિયાનું કૌભાંડ આચનાર રાજસ્થાનના દંપતિ વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ
આરોપીઓએ દરેક જિલ્લામાંથી પ્રોજેક્ટ ડાયરેક્ટર નીમ્યા હતા. જેમણે સ્કીલ ડેવલપમેન્ટની નામે વિદ્યાર્થી દીઠ 3000 રૂપિયા ઉઘરાવ્યા હતા. કોર્સ પૂરો થયા બાદ તાલીમાર્થી દીઠ 14000 રૂપિયા મળશે તેવી બાહેંધરી આપી હતી. પરંતુ તાલીમ પૂર્ણ થયા બાદ રાજસ્થાન ફેડરેશનના ચેક ખોટા સાબિત થયા હતાં. જે મામલે પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે ગુજરાત પ્રોજેક્ટ તરીકે ફરજ બજાવતા પંકજ શર્માએ ફરિયાદ નોંધાવી છે.