બનાસકાંઠાઃ રાજસ્થાનમાંથી ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે બુટલેગરોએ ફરી એકવાર નવો કીમિયો અજમાવ્યો છે. જો કે, બનાસકાંઠા પોલીસે બાઈક પેટ્રોલિંગ દ્વારા દારૂ લાવવાના આ નવા કિમિયાને પણ નિષ્ફળ બનાવ્યો છે અને છ આરોપીઓ સહિત 3.25 લાખના મુદ્દામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
અમીરગઢ બોર્ડર પરથી પોલીસે બાતમીના આધારે લાખો રૂપિયાનો દારૂ ઝડપયો - અમીરગઢ બોર્ડર પરથી પોલીસે બાતમીના આધારે લાખો રૂપિયાનો દારૂ ઝડપી પાડ્યો
- પોલીસે બાઈક ,કાર અને દારૂ સહિત 3.25 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
- છ આરોપીઓની પોલીસે અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી
- દારૂ લાવવા માટેના પ્રયાસને અમીરગઢ પોલીસે નિષ્ફળ બનાવ્યો
ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ બુટલેગરો અવનવા કીમિયા અજમાવી દારૂની હેરાફેરી કરી રહ્યા છે. જે દરમિયાન રવિવારે અમીરગઢના ઢોલિયા ગામ પાસેથી રાજસ્થાનથી બાઈક પેટ્રોલિંગ દ્વારા દારૂ લાવવા માટેના પ્રયાસને પણ અમીરગઢ પોલીસે નિષ્ફળ બનાવ્યો છે. રાજસ્થાન તરફથી એક કારમાં દારૂ ગુજરાત તરફ આવી રહ્યો હોવાની બાતમી મળતા જ પોલીસે વોચ ગોઠવી હતી.
દરમિયાન એક પલ્સર બાઈક પર સવાર બે યુવકો આગળ પેટ્રોલીંગ કરી રહ્યા હતા અને પાછળ દારૂ ભરેલી કાર ચાલકને દિશા નિર્દેશ કરી રહ્યા હતા. જો કે, પોલીસને બાઈક ચાલક પર જ શંકા જતા તેની અટકાયત કરી હતી અને પાછળ આવી રહેલી દારૂ ભરેલી કારને પણ દારૂ ઝડપી પાડી હતી. પોલીસે અત્યારે બાઈક, કાર અને દારૂ સહિત 3.25 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જ્યારે છ આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.