ગુજરાત

gujarat

ETV Bharat / state

કોરોના વાઈરસની લડાઈમાં ફોટોગ્રારાફરોને કરોડોનું નુકસાન - coronavirus effect banaskantha

કોરોના વાઈરસની મહામરીને લીધે ચાલી રહેલા લોકડાઉનમાં મોટા ભાગના ધંધાર્થીઓ મુશ્કેલીમાં મૂકાયા છે. ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી કરતા લોકોની આ વર્ષની સીઝન ફેલ થઈ છે. ત્યારે બનાસકાંઠામાં ફોટોગ્રાફર્સ અને વીડિયોગ્રાફર્સની સ્થિતિ પણ કફોડી બની છે.

Etv Bharat
studio

By

Published : May 4, 2020, 5:41 PM IST

ડિસાઃ સમગ્ર દેશ લોકડાઉન શરૂ થતાં જ મોટાભાગના ધંધા-રોજગાર બંધ હાલતમાં છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ ઉનાળાની લગ્ન સિઝનમાં જ લોકડાઉન થતા ફોટોગ્રાફર અને વીડિયોગ્રાફરોનું સંપૂર્ણ વર્ષ ફેલ થઈ ગયું છે. જેથી ફોટોગ્રાફરની હાલત પણ દિવસેને દિવસે કફોડી બની રહી છે.

ભારત દેશમાં મોટાભાગના તહેવારો અને પ્રસંગો પરંપરા તથા રીતિ-રિવાજ મુજબ થતા હોય છે. જેમાં દરેક વ્યક્તિના જીવનનો સૌથી મોટો પ્રસંગ એટલે લગ્ન અને આ લગ્નની સિઝન એટલે વૈશાખ માસ. વૈશાખ માસમાં સૌથી વધુ લગ્નો થતા હોય છે. જો કે આ વર્ષે વૈશ્વિક મહામારી કોરોના વાઈરસના કહેરને કારણે છેલ્લા બે મહિનાથી સમગ્ર દેશમાં લોકડાઉન છે. આવી સ્થિતિમાં બધા કામકાજો અટકી પડ્યા છે.

બનાસકાંઠામાં લગ્નની સિઝન પર આધારિત એવા ફોટોગ્રાફર અને વીડિયોગ્રાફરની સિઝન પણ સંપૂર્ણ ફેલ છે. બનાસકાંઠા જિલ્લામાં અંદાજે 3000 જેટલા વીડિયોગ્રાફર અને ફોટોગ્રાફરો આ ધંધા સાથે સંકળાયેલા છે અને ફોટોગ્રાફી કરી પરિવારનું જીવન ગુજરાન ચલાવે છે. આ વૈશાખ મહિનાની લગ્નની સિઝનમાં જ તેઓ આખા વર્ષની કમાણી કરી લેતા હોય છે પરંતુ આ વર્ષે વૈશાખ મહિનામાં જ લોકડાઉન થતા લગ્ન પ્રસંગો ન થતાં તેઓની આખા વર્ષની સીઝન ફેલ થઈ છે. આ ધંધા સાથે સંકળાયેલા લોકોની હાલત પણ કફોડી બની રહી છે ત્યારે સરકાર હવે આ ધંધા સાથે સંકળાયેલા લોકોને પણ નિયમોને આધીન કેટલીક છૂટછાટ આપે તેવું ફોટોગ્રાફર ઇચ્છી રહ્યા છે.

જિલ્લામાં અંદાજે 3 હજારથી પણ વધુ વીડિયોગ્રાફર અને ફોટોગ્રાફર આ વૈશાખ મહિનાની સીઝન પર જ આધારિત હોય છે. પરંતુ આ વર્ષે લોકડાઉનના કારણે આ ફોટોગ્રાફરોને અંદાજે એક કરોડથી પણ ઉપરાંતનુ નુકસાન થવા પામ્યું છે.

ABOUT THE AUTHOR

...view details