પર્યાવરણ પ્રેમીએ સાયકલયાત્રા કરી પર્યાવરણનો સંદેશ આપ્યો - banaskatha
ડીસા: રાજસ્થાનના એક યુવાને પર્યાવરણ અંગે લોકોમાં જાગૃતિ લાવવા માટે સાઇકલ યાત્રા શરૂ કરી છે. આ યુવક રાજસ્થાનનો હોવા છતાં તેને આ સાઇકલ યાત્રા રાજસ્થાનના બદલે જમ્મુ કશ્મીરમાંથી શરૂ કરી છે. જે સાયકલ યાત્રા બુધવારે ગુજરાતના બનાસકાંઠાના ડીસામાં પહોંચી હતી.
આ યાત્રા શરૂ કરવાનો હેતું પર્યાવરણ અંગે લોકોમાં જાગૃતિ લાવવા સાથે કાશ્મીરને પણ ભારતનો અભિન્ન દર્શાવવાનો પ્રયાસ કર્યો છે. આ યુવક લોકોમાં પર્યાવરણ અંગે જાગૃતિ લાવવાના આશયથી બનાસકાંઠાના ડીસા પહોંચ્યો છે. હજારો મિલની સાઇકલ યાત્રા ખેડીને ડીસા પહોંચેલા આ યુવકે તેની સાઇકલ યાત્રા અંગે વાત કરી હતી. આ યુવકે પર્યાવરણ જાળવણી માટે લોકોને પ્રેરણારૂપ સાબિત થાય તે માટે પોતાની બહેનના લગ્નમાં કરિયાવરની જગ્યાએ 251 વૃક્ષ આપ્યા હતા. આ યુવક આજે દેશના અનેક રાજ્યમાં ફરી પર્યાવરણ અને વનયજીવોની જાણવાની માટે લોકોને અપીલ કરી રહ્યા છે.