ગુજરાત

gujarat

ETV Bharat / state

મહેસાણા GST ટિમે બનાસકાંઠામાંથી રૂ. 14 લાખની કરચોરી ઝડપી પાડી - જ્વેલર્સ

તાજેતરમાં મહેસાણા સ્ટેટ જીએસટી વિભાગની ટીમે બાતમીના આધારે બનાસકાંઠા જિલ્લામાં કરચોરી કરતાં વેપારીઓ પર સપાટો બોલાવ્યો હતો. અને જુદા જુદા ચાર સ્થળોએ ચાર ટિમો મોકલી હતી. જીએસટી વિભાગે ભાભર, ડીસા અને પાલનપુરમાં દરોડા પાડી રૂ. 14.02 લાખની કરચોરી ઝડપી પાડી છે. જ્વેલર્સ અને ડેરીના સંચાલકો બિલ વિના સરકારને લાખ્ખોનો ચૂનો લગાવતા હતા.

મહેસાણા GST ટિમે બનાસકાંઠામાંથી રૂ. 14 લાખની કરચોરી ઝડપી પાડી
મહેસાણા GST ટિમે બનાસકાંઠામાંથી રૂ. 14 લાખની કરચોરી ઝડપી પાડી

By

Published : Jan 8, 2021, 12:04 PM IST

  • બનાસકાંઠામાં જીએસટી વિભાગની ટિમે પાડ્યા દરોડા
  • ભાભર, ડીસા અને પાલનપુરમાંમાં જીએસટીના દરોડા
  • જીએસટી વિભાગે રૂ. 14 લાખની કરચોરી ઝડપી પાડી
  • જીએસટી વિભાગે શરૂ કરી કરચોરી વસૂલવાની કામગીરી

બનાસકાંઠાઃ સમગ્ર વિગતો જોઈએ તો, બનાસકાંઠા જિલ્લામાં અનેક વેપારીઓ ગ્રાહકો પાસેથી જીએસટીના નામે કાચા બિલ આપી વધુ રૂપિયા પડાવતા હોય છે, પરંતુ સરકારમાં પાકા બિલ બહુ જ ઓછા બતાવી વર્ષે કરોડો રૂપિયાની કરચોરી કરતાં હોય છે. આ બાબતે મહેસાણા સ્ટેટ જીએસટી વિભાગને બાતમી મળતા તેઓએ બનાસકાંઠા જિલ્લામાં જુદા જુદા ચાર સ્થળોએ ચાર ટિમ બનાવી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આમાં ભાભરના નટવરલાલ જવેલર્સેના 5 લાખ, જગદીશ જવેલર્સમાંથી રૂ. 1.62 લાખ, પાલનપુરની શ્રીમુલ ડેરીમાંથી રૂ. 7 લાખ અને ડીસામાં ગોકુલ પાર્લરમાંથી રૂ. 40 હજાર એમ કુલ 14.02 લાખની રકમની કરચોરી ઝડપાઈ હતી.

અદ્ધરિયા બિલથી લાખો રૂપિયાના માલસામાનનો વ્યવહાર કરતા હતા

આ તમામ જવેલર્સ અને ડેરીના સંચાલકોએ અદ્ધરિયા બિલથી જ લાખો રૂપિયાના માલસામાનનો વ્યવહાર કર્યો હતો. આથી મહેસાણા સ્ટેટ જીએસટી વિભાગે ચારેય સંચાલકો સામે કરચોરીના ગુના સબબ દંડની રકમ વસૂલવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details