- બનાસકાંઠામાં વહેલી સવારે વરસાદની ધમાકેદાર બેટિંગ
- અનેક વિસ્તારોમાં પાણી ભરાયા
- સારો વરસાદ પડતા ખેડુતોમાં ખુશી
બનાસકાંઠા : હવામાન વિભાગની આગાહી મુજબ છેલ્લા બે દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. આજે (21 જૂન) વહેલી સવારેથી મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. પાલનપુરમાં સતત ત્રણ કલાકથી વરસી રહેલા વરસાદના કારણે શહેરમાં ચાર ઇંચ પાણી ભરાયું હતું. ડીસા પાલનપુર ધાનેરા વડગામ અને દાંતા પંથકમાં એકથી બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો.
સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં સવારથી જ વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી હતી. ભારે વરસાદના કારણે પાલનપુર અને ડીસામાં નીચાણવાળા વિસ્તારો અને સોસાયટીઓમાં પાણી ભરાઇ ગયા હતા. પાલનપુરમાં બ્રિજેશ્વર કોલોની અને હરીપુરા અને બેચરપુરા વિસ્તારમાં કેટલાય ઘરોમાં 3 થી 4 ફૂટ જેટલું પાણી ભરાતા રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અનેક ઘરમાં પાણી ઘૂસવાના કારણે લોકોને જાનમાલને પણ ભારે નુકસાન થયું છે. ડીસામાં પણ મુખ્ય માર્ગો પર તેમજ મારુતિ પાર્ક અને રીઝમેટ વિસ્તારમાં આવેલ કેટલાક નીચાણવાળા ઘરોમાં પાણી ભરાઈ ગયું હતું. વહેલી સવારે પાણી ભરાતા રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
આ પણ વાંચો :rain updates: સુરત જિલ્લામાં સરેરાશ 1 ઇંચથી વધુ વરસાદ