ગુજરાત

gujarat

ETV Bharat / state

ડીસામાં અલ્પેશ ઠાકોરની અધ્યક્ષતામાં ઠાકોર સમાજની બેઠક યોજાઇ

બનાસકાંઠાના ડીસામાં રવિવારે ઠાકોર સેનાની જિલ્લા કારોબારીની બેઠક યોજાઈ હતી. જેમાં ઠાકોર સેનાના સુપ્રીમો અલ્પેશ ઠાકોર હાજર રહ્યા હતા. જો કે, હજારો કાર્યકરોની બેઠકમાં અલ્પેશ ઠાકોર બે સમાજ સંગઠન સાથે વ્યસન મુક્તિ વિશે વાત કરી હતી અને આડકતરી રીતે ભાજપ અને કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા.

ડીસા
ડીસા

By

Published : Jul 4, 2021, 9:08 PM IST

  • બનાસકાંઠા જિલ્લામાં 2022 ની વિધાનસભાની ચૂંટણીનું કાઉન-ડાઉન શરૂ
  • ડીસા ખાતે અલ્પેશ ઠાકોર ની અધ્યક્ષતા માં ઠાકોર સમાજની બેઠક યોજાઇ
  • 2022ની વિધાનસભાની ચૂંટણીની રણનીતિ ઘડાશે
  • ઠાકોર સમાજની બેઠકમાં જિલ્લામાંથી મોટી સંખ્યામાં લોકોની હાજરી

બનાસકાંઠા: 2022ની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. વર્ષોથી બનાસકાંઠા જિલ્લાની વિધાનસભામાં કોંગ્રેસનું પ્રભુત્વ રહ્યું છે. પરંતુ હવે બનાસકાંઠા જિલ્લામાં યોજાનારી 2022ની વિધાનસભાની ચૂંટણીને લઈને અત્યારથી જ દરેક સમાજ ચૂંટણીમાં પોતાનો મજબૂત ઉમેદવાર ઉતારવા મહેનત રહ્યો છે. અત્યારથી જ દરેક સમાજ બેઠકો યોજી સમાજના સંગઠનનું પ્રદર્શન કરી રહ્યું છે. બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ ઠાકોર સમાજ પ્રભુત્વ ધરાવે છે, ત્યારે આ વર્ષે ઠાકોર સમાજના ઉમેદવારોને મેદાનમાં ઉતારી ઠાકોર સમાજ જીત અપાવે તે માટે અત્યારથી જ બનાસકાંઠા જિલ્લા ઠાકોર સમાજ સંગઠનની બેઠક યોજાઈ રહી છે.

આ પણ વાંચો: જ્ઞાતિવાદનું રાજકારણ : ક્ષત્રિય ઠાકોર સમાજે પણ મુખ્યપ્રધાન પદની કરી માંગ

અલ્પેશ ઠાકોરની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ

ચૂંટણી નજીક આવતા જ ફરી બનાસકાંઠામાં ઠાકોર સેના જાગૃત બની રહી છે. રવિવારે જિલ્લા ઠાકોર સેનાની કારોબારી બેઠક ડિસા પાસે ભાજપના અગ્રણી અને પાર્ટીથી નારાજ લેબજી ઠાકોરના કોલ્ડસ્ટોરેજ પર યોજાઈ હતી. જેમાં ઠાકોર સેનાના ગુજરાત પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોર હાજર રહ્યા હતા. આ બેઠકમાં જિલ્લામાંથી હજારો ઠાકોર સમાજના આગેવાનો અને કાર્યકરોની ઉપસ્થિતીમાં યોજાયેલી કારોબારી બેઠકમાં સમાજમાં શિક્ષણ, સંગઠન અને વ્યસનમુક્તિ સાથે રાજનીતિમાં એકજૂથ થવાની ચર્ચાઓ થઈ હતી.

ઠાકોર સમાજની બેઠકમાં અલ્પેશ ઠાકોરે આપી હાજરી

ઠાકોર સમાજની કદર નહીં થાય તો પરિણામ જરૂર બદલાશે

આ બેઠકમાં અલ્પેશ ઠાકોરે આડકતરી રીતે ભાજપ-કોંગ્રેસને ઠાકોર સમાજની કદર કરવા ચેતવણી આપી હતી. સાથે જ અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે, આ બેઠક માત્ર સમાજના હિતને લઈને યોજાઈ હતી. ચૂંટણી ન હોય તો પણ બેઠક અને વ્યસનમુક્તિના કાર્યક્રમો ચાલુ રહેશે. મીડિયાએ ભાજપ પાર્ટી ગુજરાત કે બનાસકાંઠામાં ઠાકોર સમાજની અવગણના કરી હોય તેવું લાગી રહ્યું છે. તે સવાલમાં અલ્પેશ ઠાકોરે પાર્ટીને જરુર નહિ હોય તો જ અવગણના કરી રહી હોવાનું નિવેદન આપતા ફરી એકવાર અલ્પેશ ઠાકોરે ભાજપને ચેતવણી આપી હોય તેવું નિવેદન આપ્યું હતું.

ચૂંટણી અંગે રણનીતિ તૈયાર થશે

ડીસા ખાતે અલ્પેશ ઠાકોરની અધ્યક્ષતામાં ઠાકોર સમાજની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં ઠાકોર સમાજનો ઉમેદવાર મજબૂત રહે અને વિધાનસભાની ચૂંટણીમાં સમાજ સાથે લઈ જીત મેળવે તે માટે આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ઠાકોર સેનાના બનાસકાંઠા જિલ્લાના અગ્રણી મુકેસ ઠાકોરે પણ સમાજ સંગઠન માટે બેઠક યોજાઇ હોવાનું જણાવી આગામી સમયમાં ચૂંટણી અંગે હવે રણનીતિ તૈયાર થશે તેવું જણાવ્યું હતું. ત્યારે ચોક્કસથી કહી શકાય કે, બનાસકાંઠા જિલ્લામાં આગામી સમયમાં યોજાનારી 2022ની વિધાનસભાની ચૂંટણીમાં ઠાકોર સમાજ દ્વારા અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

ઠાકોર સમાજની બેઠક

આ પણ વાંચો: બનાસકાંઠાના ઠાકોર સમાજે કહી દીધુ 'RIP-ટિક ટોક' !

ઠાકોર સમાજનું શક્તિપ્રદર્શન

ગુજરાતમાં ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે અલ્પેશ ફરી એકવાર બનાસકાંઠામાંથી હજારો કાર્યકરો એકઠા કરીને ઠાકોર સમાજનું શક્તિ પ્રદર્શન શરૂ કર્યું છે. ત્યારે આ વખતે ભાજપમાં જોડાયેલ અલ્પેશ ઠાકોર આગામી ચૂંટણી સુધી ભાજપ સાથે રહેશે કે પછી પરત ઘર વાપસી કરે છે તે જોવાનું રહ્યું પણ બેઠકે બનાસકાંઠાના નેતાઓ માટે ચોક્કસ મુસીબતનો માર્ગ બની શકે છે.

ABOUT THE AUTHOR

...view details